પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૮૮
રાજાઓ

શ્રી. જયપ્રકાશને, તેમના મુસદ્દામાં મેં વાંચ્યું તેમ, પોતે કલ્પેલી તંત્રવ્યવસ્થા સ્થાપવાને અર્થે અહિંસાને સ્વીકારતા નિહાળીને હું અંતરથી રાચું છું. મારો તો દૃઢ વિશ્વાસ છે કે હિંસા જે કદી ન સાધી શકે તે વસ્તુ અહિંંસક અસહકાર અંતે બૂરાઈ કરનારનો હૃદયપલટો કરીને સાધી શકે છે. હિંદમાં આપણે અહિંસાને એને લાયકની અજમાયશ જ કદી આપી નથી. અચંબો જ એ છે કે આપણી સેળભેળિયા અહિંંસાથી પણ આપણે આટલું બધું સાધી શક્યા છીએ.

જમીનને લગતી શ્રી. જયપ્રકાશની દરખાસ્તો ભડકામણી લાગે એવી છે. ખરું જોતાં તે તેવી નથી. ભલીભાંતે જીવવા રહેવા જોઈએ તે કરતાં વધુ જમીન કોઈ માણસ પાસે ન હોવી જોઈએ. આપણી આમપ્રજાનું દારુણ દારિદ્ર્ય તેમની પાસે પોતાની કહી શકાય એવી કશી જમીન ન હોવાને કારણે જ છે, એ વાતની કોનાથી ના પડાય એમ છે?

પણ એ સુધારો એમ ઝટપટ કરાવી લેવાય તેવો નથી એ પણ સમજવું જરૂરી છે. જો એ અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમ જ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન મળવું જોઈએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહિ આવે. મુફલિસોને પણ