પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૯
રાજાઓ

સમજ મળવી જોઈએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમન ફરજ પાડવાનો કોઈને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તે પોતાની મુક્તિ સાધી શકે છે. હેતુસિદ્ધિ કરવી હોય તો મેં કહી તેવી કેળવણી અત્યારે જ શરૂ કર્યે છૂટકો. પ્રારંભિક પગલાં તરીકે એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસનું વાતાવરણ જમાવવું જોઈએ. ઉપલા વર્ગો અને આમપ્રજા વચ્ચે હિંસક વિગ્રહ હોઈ શકે નહિ.

તેથી શ્રી. જયપ્રકાશે અહિંસાની ધરતી પર દોરેલી દરખાસ્તને સામાન્ય રૂપે સંમતિ આપવામાં જોકે મને મુશ્કેલી નથી, તોપણ રાજાઓની બાબતમાં તેમણે કરેલી દરખાસ્તમાં હું મારી સંમતિ પૂરી શકતો નથી. કાયદાની નજરે રાજાઓ સ્વતંત્ર છે. એ ખરું છે કે એમની સ્વતંત્રતાની વિશેષ કિંમત નથી, કારણકે તે જોરાવર પક્ષની બાંયધરી ઉપર અવલંબનારી છે. પણ આપણી સામે તો તે પોતાની સ્વતંત્રતા બજાવી શકે જ. શ્રી. જયપ્રકાશના મુસદ્દામાં કહ્યું છે તેમ જો આપણે અહિંંસામાં આઝાદ થઈ શકીએ તો હું એવી સમાધાનીની કલ્પના નથી કરતો જ્યાં રાજાઓનું નામ ભૂંસાઈ ગયું હશે. જે કંઈ સમાધાની થશે તે પ્રજાએ સંપૂર્ણપણે પાળવી પડશે. તેથી હું તો એવી જ સમાધાની કલ્પી શકું છું જેમાં મોટાં રાજ્યો પોતાનો દરજ્જો ટકાવીને રહેશે. એક રીતે આ સ્થિતિ અત્યારની સ્થિતિ કરતાં ઘણી ચડિયાતી હશે; પણ બીજી રીતે એ મર્યાદિત હશે. કારણ એમાં દેશી રાજ્યોની પ્રજા હિંદના બીજા ભાગોમાં પ્રજાને હશે તેવા જ સ્વરાજના હકો ભોગવશે. તેને વાણીનું સ્વાતંત્ર્ય હશે. છાપાં મુક્ત