પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૩
રાજાઓ અને આજનો પ્રસંગ

ભોગવિશ્વાસમાં વેડફી નાખતાં રાજાનો જીવ કેમ ચાલે છે એ હું સમજી જ નથી શકતો. મહિને બસ ત્રણસો રૂપિયા લઈને એમને કેમ સંતોષ ન થવો જોઈએ ? પણ મારા કહેવાનો મુદ્દો આ છે : પ્રજા જે આપે તે લઈને તેમણે સંતોષ માનવો જોઈએ. રાજાના ખાનગી ખરચના આંકડા પ્રજાના મતથી નક્કી થવા જોઈએ, અને રાજા પોતાને માટે કેટલા પૈસા લે તે કહેવાનો પૂરેપૂરો હક પ્રજાને જ્યાં સુધી ન હોય ત્યાં સુધી રાજ્યબંધારણના કોઈ પણ સુધારાની અને કોઈ પણ અંદાજપત્રકની કશી કિંમત નથી. નવો યુગ શરૂ થઈ ચૂક્યો છે, અને જે રાજાની રહેણી મોટે ભાગે તેની પ્રજાની રહેણીથી મળતી નહી હોય, અને જે પ્રજાની જોડે તાદાત્મ્ય નહીં સાધે તેને પ્રજા સાંખી રહેવાની જ નથી.

“ એ એક વાત થઈ. બીજી વાત એ છે કે રાજ્યના ન્યાય આપનારા અધિકારીઓ નિષ્પક્ષ ને પ્રામાણિક, ને તેથી રાજાઓની સત્તાથી સ્વતંત્ર, હોવા જોઈએ. આજે કોઈ પણ રાજ્યમાં ન્યાયખાતાના અધિકારીઓ ખરેખરા સ્વતંત્ર છે એમ હું નિઃશંકપણે નહિ કહીં શકું. તે ઉપરાંત પ્રજાજનોને નાગરિકોના બધા હકો હાવા જોઈએ.

“ આ તો સુધારાની દિશામાં મંગલાચરણ ગણાય. રાજાઓને ચક્રવર્તી સત્તાનો ડર લાગતો હોય તો તે પણ નિષ્કારણ છે. સાચા સુધારાની આડે આવે એવું કશું ખુલ્લી રીતે કહેવા કે કરવાની એ સત્તાની હિંમત નથી. જ્યાં જ્યાં તે વચ્ચે પડી છે ત્યાં તેણે તે તે રાજાના કંઈક ચારિત્ર્યદોષનું બહાનું બતાવ્યું છે. એ પરથી સાર એ કાઢવાનો છે કે રાજાઓનું ચારિત્ર્ય એ સતીના સતની પેઠે એવું અણીશુદ્ધ