પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે





૯૦
દેશી રાજ્યોમાં

પ્ર૦ - દેશી રાજ્યોમાં મહાસભાના સભ્ય ન બનાવાય ?

ઉ૦ - આ પ્રશ્ન વારંવાર પુછાય છે. મેં તો શરૂઆતથી જ અભિપ્રાય આપ્યો છે કે દેશી રાજ્યેામાં મહાસભાના સભ્ય બનાવવા એ દરેક રીતે અનુચિત છે. એમ કરતાં ધર્ષણ થવાનો સંભવ રહે છે, અને સંતેાષકારક સંગઠન પણ નથી થવા પામતું. દેશી રાજ્યોના જે માણસો મહાસભાના સભ્ય થવા માગતા હોય તે બ્રિટિશ હિંદમાંની પોતાની નજીકની મહાસભા સમિતિના સભ્ય બને. સારું તો એ છે કે દેશી રાજ્યોવાળા પોતપોતાનાં રાજ્યોમાં જ બની શકે એટલું કામ કરે. એ કામ તો માટે ભાગે રચનાત્મક જ હોઈ શકે. તેની જ મારફતે સાચી જાગૃતિ ને દેશદાઝ પેદા થઇ શકે. મહાસભાના સભ્ય થવાને બદલે મહાસભાની વૃત્તિવાળા, મહાસભાની ભાવનાવાળા બનવાથી વધારે અને સાચું કામ થઈ શકે છે, એવો મારો મત છે.

પ્ર૦ — દેશી રાજ્યેામાં મહાસભાના સભ્ય બનાવાય તો ચરખા સંઘ અથવા પ્રજામંડળના કાર્યકર્તા એ કામ ન કરે ? કે એ કામમાં સહકાર પણ ન આપે?

ઉ૦ - બંને સંસ્થાઓ પોતપોતાના ક્ષેત્રની બહાર્ ન્ જાય. ચરખા સંઘને તો મનાઈ છે જ. ચરખા સંઘ્ એ