પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૮
દેશી રાજ્યોનો પ્રશ્ન
૪૪૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

ગણાય છે. દેશી રાજ્યામાં મહાસભાની કોઈ સમિતિની રચના કરવામાં નથી આવી.

 કૃપા કરી આપ એટલી સ્પષ્ટતા 'હરિજન બંધુ' મારફત કરશો કે આપની સલાહ દેશી રાજ્યોમાં મહાસભાના સભ્યો ન નોંધવા એવી છે, કે તેવા નોંધાયેલા સભ્યોની મહાસભા સમિતિ ન રચવી એવી છે ? "
 આ કાગળમાં જે ચોખવટ લેખકે માગી છે તે મારી નોંધમાં સ્પષ્ટ છે. જે અર્થ લેખકે કર્યો છે એ જ મારી નોંધનો છે. જેઓને કોઈ લખાણનો ઊંધો અર્થ કરવો છે તેને સારુ ગમે તેવાં સ્પષ્ટ લખાણો કર્યાં હોય તે નકામાં છે.કોઈ પણ લેખકનાં લખાણમાં એક વાક્ય તેના સંબંધમાંથી નોખું પાડીએ તો આપણી ઈચ્છા પ્રમાણે અર્થ ઘટાવી શકીએ છીએ. પણ તે લેખકનો અર્થ નહીં હોય. આટલું યાદ રાખવાની જરૂર છે કે મારી નોંધ બધાં દેશી રાજ્યેાને લાગુ પડે છે. એ નોંધ લખતાં ગુજરાત મારા ધ્યાનમાં ન હતું. હું જાણતો હતો કે ગુજરાતમાં મૂળથી જ સરદારે ખરી નીતિ ચલાવી છે. પણ હિંદુસ્તાનના બીજા ભાગેામાં ત્યાંત્યાંના નેતાઓએ જુદી નીતિ સ્વીકારી છે. કેટલાંક દેશી રાજ્યોમાં જ મહાસભાની સમિતિઓ સ્થાપવામાં આવી છે. આવાં રાજ્યોને ધ્યાનમાં રાખીને મારી નોંધ લખાઈ હતી. મારી નોંધનું મુખ્ય વાક્ય યાદ રાખવું જોઈએ કે મહાસભાની સેવા કરવા સારુ મહાસભામાં દાખલ થવાની જરૂર નથી, પણ મહાસભાનું માનસ હૃદયમાં રાખી તેના આદેશોને મૂંગે મોઢે અમલ કરવો. એવું કરોડોએ પ્રસંગ આવ્યે કરી બતાવ્યું છે. એવું આપણે સહુ કરી બતાવીએ. એટલે કે મહાસભામાં