પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કાર્ય ખરું કરવાનું છે તેમાંથી ચોરી કર્યા બરોબર થશે. બે દિવસમાં છવ્વીસ લાખની સેવાનો ક્રમ ઘડવો છે એ ભુલાવું ન જોઈએ. હજારો સ્ત્રીપુરુષો એકઠાં થશે એમને સંતોષવાને સારુ કેટલીક બાહ્ય વસ્તુઓની જરૂર રહેશે જ. આને સારુ તો પ્રદર્શન જેવું બીજું કંઈ જ નથી એમ આપણે બેલગામમાં જોઈ ચૂક્યા.

નવજીવન, ૪–૧–૧૯૨૫