પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

રહેલ છે. એવે સમયે, તે દેશી રાજ્યોના કારભારમાં વચ્ચે પડવા મથે તો તે નાને મોઢે મોટી વાત કર્યાં જેવું થાય; અથવા તા બહેરાએ મૂંગાને શીખવવા નીકળ્યા બરાબર થાય. દેશી રાજ્યો અને બ્રિટિશ સરકાર વચ્ચેના સંબંધમાં મહાસભા જેમ દેખીતી રીતે કંઈ પણ કરવા કે કહેવા અસમર્થ હોય, તેમ જ દેશી રાજ્યો ને રૈયત વચ્ચેના સંબંધમાં છે.

આમ છતાં બ્રિટિશ હિન્દુસ્તાનના તેમજ દેશી રાજ્યોના લોકો તો એક જ છે. હિન્દુસ્તાન એક છે. વડોદરાના હિન્દીઓ અને અમદાવાદના હિન્દીઓની હાજતોમાં, રીતરિવાજમાં કંઈ ભેદ નથી. ભાવનગરની પ્રજા ને રાજકાટની પ્રજાને નિકટ સબંધ છે. છતાં ભાવનગરની અને રાજકાટની રાજનીતિ નોખી હોય એ કૃત્રિમ સ્થિતિ છે. આજકાલના વાતાવરણમાં જ્યાં લોકો એક છે ત્યાં રાજનીતિ અનેક હોય, એ લાંબી મુદ્દત સુધી ન નભવા જેવી વાત છે. તેથી મહાસભાના વચ્ચે પડ્યા વિના પણ, આધુનિક વાતાવરણના અદૃશ્ય દબાણથી સુધ્ધાં હિન્દુસ્તાનમાં અનેક રાજ્યો છતાં રાજનીતિ તો એક જ થવા જશે. તેમાં જ હિન્દુસ્તાનની સભ્યતાની શોભા ને પરીક્ષા રહેલી છે.

પણ મારો દૃઢ અભિપ્રાય છે કે જ્યાં લગી બ્રિટિશ હિન્દુસ્તાન પરાધીન છે, જ્યાંસુધી, બ્રિટિશ હિન્દુસ્તાનના લોકમતની પાસે ખરી સત્તા નથી, એટલે કે જ્યાંસુધી બ્રિટિશ હિન્દુસ્તાનની પાસે આત્મવિશ્વાસને સારુ શક્તિ નથી — ટૂંકામાં, જ્યાંલગી બ્રિટિશ હિન્દુસ્તાનને સ્વરાજ નથી, ત્યાંલગી બન્ને હિન્દુતાનની સ્થિતિ છિન્નભિન્ન રહેવાની જ. તેની છિન્નભિન્નતામાં જ ત્રીજી સત્તાની હસ્તી રહેલી છે. એટલે બ્રિટિશ હિન્દુસ્તાનની