પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
કાઠિયાવાડ રાજકીય પરિષદ


નારણદાસ સંઘાણીએ કોણ? એ તો મારો દીકરો છે. એક વખત એવો હતો કે એ મારું પાયેલું પાણી પીતો, મારો કેવળ સેવક બનીને રહેલો હતો. એણે પોતાની આખી ‘લાયબ્રેરી’ મને આપેલી. પણ એને પ્રભુએ હવે કુમતિ આપી છે. હું ખરેખર માનું છું કે પ્રભુએ એની મતિ બગાડી છે. છતાં મારે મન તો હજી પણ એ દીકરો જ છે. હું માનું છું કે એનું તોફાન લાંબો વખત નહિ ચાલે. એણે જે પ્રતિજ્ઞા કરી છે તે કદાચ ન ફળે. પણ જો ઈશ્વર કરે અને એ ફળે, અને મારા ઉપર એ હાથ ઉગામે અને હુમલો કરે તો હું કહીશ કે, ‘ભલે તેં એ કર્યું,’ અને તે વેળા હું એને આશીર્વાદ દઈશ. પ્રહ્‌લાદે પોતાના પિતાનું કહેલું ન માન્યું; તેણે એમ જ કહ્યું કે મારા પિતા મારી પાસે અધર્મ કરાવવા ઇચ્છે, મને કુમાર્ગે દોરવા ઇચ્છે તો તે વેળા પિતાનો અનાદર કરવો એ ધર્મ છે. આજે નારણદાસ સંઘાણી એમ માને કે તે પોતે મારા પહેલા ખોળાનો દીકરો છે, તોપણ હું ભ્રષ્ટ થયો છું અને મારો સંહાર કરવો જોઈએ, તો તેણે જરૂર મારો સંહાર કરવો. એ સંહાર કરતાં કરતાં એની આંખોનાં પડળ ખૂલશે, અને પછી તમારી પાસે આવી માથું નમાવી તે પ્રાયશ્ચિત્ત કરશે એવી મારી ખાતરી છે. એ તો બાળક છે, એ જુવાન છે, અને હું હવે બુઢ્ઢો થયો. મારા ઉપર તો અનેક હાથ ઉપાડ્યા છતાં હું ઊગરી ગયો છું. મને ઍપેન્ડિસાઈટીસનો રોગ થયો, મારા ઉપર ઑપરેશન કરવામાં આવ્યું. ઑપરેશન કરતાં દીવો હોલવાયો, અને તે વેળા કર્નલ મૅડક પણ મૂંઝાયો. પણ ઈશ્વરને મને બચાવવો હતો એટલે શું થાય? ઉપનિષદની વાત છે — તેમાં પવનને પૂછવામાં આવે