પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
કાઠિયાવાડ રાજકીય પરિષદ

નીચે જેટલી શક્તિ કેળવાય તેટલી કેળવો. અને મહાસભાએ મારી સલાહ અર્ધીપોણી કબૂલ રાખેલી. આનું કારણ શું? તે વેળા તો મારી સાથે લડનાર લોકમાન્ય તિલક મહારાજ જેવા યોદ્ધા હતા. તેમણે મારું કહેવું કેમ કબૂલ કર્યું હશે? એટલા જ માટે કે તેમને લાગેલું કે ગાંધી કહે છે તે ઠીક કહે છે, એટલે તેમણે એક શબ્દ બદલીને મારી વાત કબૂલ રાખેલી. મેં તેમને કહેલું : ‘આજે વિશ્વાસ રાખી સુધારા સ્વીકારો. તમે અને હું જે દિવસે નિરાશ થઇશું, જે દિવસે સુધારા એ સુધારા નહિં પણ ધૂંસરી લાગશે, તે વેળા તેનો ત્યાગ કરીશું, અને તે વેળા તેની નિંદા કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થશે. આજે આપણને એ અધિકાર નથી, કારણ આજે તો મૉંટેગ્યુ કહે છે કે તમને જેટલું અપાય એટલું આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. લૉર્ડ સિંહ જેઓ જાણકાર છે, પરાક્રમી પુરુષ છે, દેશપ્રેમી છે, તે પણ કહે છે કે સુધારા લઈ લો.’ વળી શહેનશાહના ખરીતાના શબ્દોમાં પણ માધુર્ય હતું. એ બધા વિચારે મેં સુધારા સ્વીકારવાની સલાદ આપેલી. આ વિશ્વાસની સ્થિતિમાંથી અસહકારની ઉત્પત્તિ થઈ. આજે પણ હું વિશ્વાસ રાખવાનો પ્રયોગ સૂચવી રહ્યો છું. પણ ૧૯૧૯ની ઉપમાને એક છેડા સુધી ન ખેંચશો. તેનો તમે એટલો અર્થ કરવાને અધિકારી છો કે હું સૂઈ જવાનો નથી. તમે મારી આગળ જેટલી વાતો કહી છે તેમાં વધારે દુઃખની રાડો મારી પાસે આવી છે. તે બધી સાચી છે કે ખોટી તેની મને ખબર નથી. જો તે સાચી જ સાબિત થશે તો તે દૂર કરવામાં મારો જેટલો વગ હશે, જેટલી ચતુરાઈ હશે, તેનો ખર્ચ કરી નાંખીશ, રાજ્યકર્તાઓને હું મળવાનો પ્રયત્ન કરીશ. મને જો