પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વ્રતની આવશ્યકતા 1.03 કહે છે : ' એવા એક સંપ્રદાય, અને તે પ્રબળ છે, જે અમુક નિયમેનુ પાલન કરવું ઉચિત છે, પણ તે વિષે ત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહિ પણ તે મનની નબળાઈ સૂચવે છે. અને હાનિકારક પણ હેાય. વળી ત લીધા પછી એવા નિયમ અગવડરૂપ લાગે, થવા પાપ લાગે તાયે તેને વળગી રહેવું પડે એ તે અસહ્ય છે.' તે કહે છે: ‘ દાખલા તરીકે દારૂ ન પીવા સારુ છે. તેથી ન પીવે, પણ કાઈ વાર પિવાયેા તે શું થયું ? દવા તરીકે તે પીવા જ જોઈ એ. એટલે તે ન પીવાનું વ્રત એ તે ગળે હાંસડી ધાલ્યા જેવું થાય. અને જેમ દારૂનુ તેમ ખીજી ખામતમાં, અસત્ય પણ ભલાને સારુ કાં ન કહીએ ?' મને આ દલીલામાં વજૂદું લાગતું નથી. વ્રત એટલે અડગ નિશ્ચય. ભગવાને આળગી જવા સારુ તે વ્રતેાની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે હિ તેજ અડગ નિશ્ચય ગણુાય. એવા નિશ્ચય વિના માણૂસ ઉત્તરાત્તર ચડી જ ન શકે એમ આખા જગતને અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ હાય તેને નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણાયા હોય તે આખરે પાપરૂપ સિદ્ધ થાય, તે તે છેાડવાના ધમ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિષે ત્રત કાઈ લેતું નથી, લેવું જોઈએ નહિ. જે સમાન્ય ધમ ગણાય છે, પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી, તેને વિષે વ્રત હેાય. ઉપરના દૃષ્ટાંતમાં તે પાપના આભાસમાત્ર હેય. સત્ય કહેતાં કાઈ ને હાનિ થઈ જશે તે? એવા વિચાર સત્યવાદી કરવા ન મેસે. સત્યથી આ જગતમાં ક્રાઈને હાનિ થતી નથી ને થવાની નથી, એવા પેાતે વિશ્વાસ રાખે. તેમ જ મદ્યપાનને વિષે. કાં તે એ વ્રતમાં દવા તરીકે અપવાદ સૂકો હૈય, અથવા ન મૂકયો હોય તા શરીરનું જોખમ વહેારવાના વ્રતની પાછળ નિશ્ચય હાય.