પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩}
ધર્મમંથન
૧૫૩
 

હરિજના અને મદિરમવેશ ઋામ છતાં હરિજનાને દિપ્રવેશની પડી નથી એમ કહેવું એમાં નિષ્ઠુરતા છે. મંદિરપ્રવેશ અને આર્થિક તથા રાજકીય ઉન્નતિ એમાંથી કઈ વસ્તુ પર ભાર એને વિષે મતભેદ અવશ્ય છે. પણ ડૉ. આંબેડકર સુધ્ધાં મંદિરપ્રવેશના વિરાધ કરતા નથી. જો મંદિરપ્રવેશની હિલચાલ ન ચાલે તે એના આરેપ સત્રણ હિંદુઓની ઉપર સૌથી પહેલા ડૉ. આંબેડકર મૂ, અને એ વાજબી ગણુાય. સાચી વાત એ છે કે, દિપ્રવેશ એ બીજા કાઈ પણ પ્રકારની ઉન્નતિની અવેજી નથી. ધર્મની આંખતમાં અસ્પૃસ્યતા નાબૂદ થઈ છે અને રિજન હવે હિંદુ સમાજમાં દુરિત અને હિષ્કૃત રહ્યા નથી એની મદિરપ્રવેશએ અચૂક સેટી છે. બધા જ હરજની સવણુ હિંદુએ કરતાં આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં ચડી જાય અને છતાં સત્રણ હિંદુએ પાતે ગમે તેવા ગાલ અને પતિત અનેલા હોય તેાયે હરિજનાને અસ્પૃશ્ય ગણે, એવી સ્થિતિ કલ્પવી અશકય નથી. કેટલાયે હિરજનો એવા છે જે પૈસેટકે સુખી છે અને ધારાસભા કે મ્યુનિસિપાલિટીના સભાસદે છે; છતાં જ્યાં સુધી તેમને મ'દિરપ્રવેશને હક મળ્યા નથી, ત્યાં સુધી તેએ! સનાતની હિંદુઓને મન જેવા ને તેવા અસ્પૃશ્ય જ રહેવાના. મંદિર- પ્રવેશના અને તેને પરિણામે ઊપજતી રિતપણાની દશા એ રજનાને કાયમના દલિત રાખનારા મોટામાં મોટા પ્રતિબંધ છે. જ્યારે એ પ્રતિબંધ દૂર થશે ત્યારે અને ત્યારે જધાર્મિક અસ્પૃશ્યતા નાબૂદ થઈ કહેવાશે. તેથી કેટલા હરિજના મંદિરપ્રવેશ માગે છે. અથવા એ હક મળ્યા પછી ઍટલા મંદિરમાં જશે એ સવાલ જ અપ્રસ્તુત છે. સવ હિંદુએ તે હિંદુધર્મોને શુદ્ધ કરવા માગતા હોય અને ચાર કરોડ ઉપરાંત સ્વધર્મીઓને ન્યાય આપવા ઈચ્છતા ઢાય, તે તેમણે રજનાને એક કબૂલ રાખવા જ.