પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪}
ધર્મમંથન
૧૭૪
 

LUX ધસંગ અન છે. મહા સુખ શોધતી દુઃખ વેઠવા તૈયાર રહે છે. શુદ્ સાત્ત્વિક શ્રહા દુઃખ વેઠવામાં સુખ જુએ છે, ને તેથી જાણે છે કે વિમાનમાં બેસીને અમરનાથ જવું તે કુતૂહલ શાંત કરવાને માગ છે, ચાત્રાને નહિં. સાત્ત્વિક શ્રદ્ધા તા ઉશ્વાડે પગે જ હીડતી જાય; કાંટાની, ઢાઢતડકાની, વાધવરુની પીડાની બરદાસ કરે, તે અમરનાથ ન પહોંચે તૈયે પહોંચવાનુ ફળ મેળવી છે. તેની પાસે વિમાન, મેટર, રેલ અને પગથી એમ ચાર પસ'દગી હોય તેયે તે પગથીને પસંદ કરી સુખ મહાલે, આવી દઢતા જ્યારે લેાક મેળવે ત્યારે તેના ધર્મ જુદું જ સ્વરૂપ પકડે ત્યારે તે અમરનાથની યાત્રામાં તસ્વરાજ્યયાત્રામાં ભેદ ન માને. અમરનાથ જતાં દુ:ખ વૈવામાં પુણ્ય માને, અને સ્વરાજને. સારુ ફ્રાંસીએ ચડતાં પણ પુણ્ય માતે. જે પાછા હઠે એ ધર્મને જાણતા નથી. લેકસેવકની પાસે કામ કરવા સારુ લાકની શ્રદ્ધાનું અપરિમિત ક્ષેત્ર પડયુ છે. વલ્લભભાઈ તેને એળખી ગયા. તેમણે સરકારની સામે અહિંસક યુદ્ધ કરવામાં ધર્મો છે. એમ કાને બતાવ્યું, લેક ધર્મનું નામ જાણી દારયા, તેમણે સાચે જ સત્યાગ્રહમાં ધૂમ જોયા, ને તેએ યાત્રાની શુદ્ધ અ સમજ્યા. ખરી યાત્રા હૃદયમાં છે; ખરી યાત્રા પારમાર્થિક ભાવે દુ:ખ વહેારવામાં ને વેઠવામાં છે. વાંચનાર જોશે કે અમરનાથના યાત્રાળુએના દુઃનિવારણુ સારુ મેં મદદ માગી નથી, તેમને સારુ દિલગીરી પણ જાહેર નથી કરી. યાત્રાળુઓ મદદ પામે એવું છે નહિ, યત્કિંચિત જોઈએ તે ત્યાંથી જ મળી રહી હૈાય. જે ગયા તે ગયા, રહ્યા તે તળેટીએ પહોંચતાં મુક્ત થયા. મહાન શિખરેએ ચડનારા અસખ્ય લેાકાને સારુ અમરનાથના અનુભવ સાવ સાધારણુ અનાવ છે. તા. ૬૯૩૮