પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦}
ધર્મમંથન
૧૮૦
 

ખંડ ૩ એ : ઉપવાસ અને પ્રાથના ૧. ઉપવાસ અને પ્રાથના એ નામના લેખમાંથી નીચેના ભાગ લીધે છે. —શ } ઉપવાસ અને પ્રાથના જો સાચા દિલથી અને ધાર્મિક વૃત્તિથી કરવામાં આવે, તો તેમાંથી મહાન પરિણામે નિપજાવી શકાય છે એમ મારી ખાતરી છે અને મારા અનુભવ છે. ઉપવાસથી જે શુદ્ધિ મેળવી શકાય છે, એ શુદ્ધિ ખીજી ક્રાઈ રીતે નથી મેળવી શકાતી. પણ પ્રાર્થના વિનાના ઉપવાસ શુષ્ક છે અને તેનું પરિણામ રાગીને નીરાગી કરવામાં આવી શકે અથવા તા નીરાગીને નકામું દુ:ખ સહન કરવા જેટલું આવે. ઉપવાસ વળ દેખાવને ખાતર અથવા ત્રાસ ઉપજાવવાને ખાતર કરવામાં આવે એ તો કેવળ પાકમ જ ગણાય. એટલે પેાતાની જ ઉપર અસર કરવાને સારુ પ્રાયશ્ચિત્તપે થયેલા પ્રાથનાયુક્ત ઉપવાસ એ જ ધાર્મિક ઉપવાસ ગણી શકાય. પ્રાથના એટલે ઈશ્વરની પાસે સસારી સુખ કે ખીજી સ્વાર્થ સાધવાની વસ્તુઓ માગવી એ નથી. પ્રાથના એ લેશ પામેલા આત્માના ગંભીર નાદ છે, તેની અસર જગત ઉપર થયા વિના રહેતી નથી અને તે પ્રાર્થના શ્વરના દરબારમાં સંભળાયા વિના રહેતી નથી. વ્યક્તિ અથવા તો પ્રજા જ્યારે મેટા સકટથી પીડાય છે, ત્યારે તે