પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩}
ધર્મમંથન
૧૮૩
 

M ધમમાં અનશનનું સ્થાન અન્ય તત્ત્વનું જ દર્શન કરી શકથા એ વસ્તુ તરફ્ લેાકાનું ધ્યાન ખેંચ્યું છે. પણ નીચેની વાતે માટે આપને જણાવવી જોઈ એ ૧. અસ્પૃસ્યતાનિવારણુના કાર્યમાં અંગ્રેજોની સહાનુ- ભૂતિ મેળવવી સહેલી છે. તેમનાં હૃદય પર ખરેખર એની અસર થાય છે. “ ૨. અનશનથી આપઘાત કરવાના વિચાર એમને પસંદ નથી. એને વિષે એમને અતિશય અણુગમા છે, અને એવી ધમકીથી અંતઃકરણુ જાગૃત થવાને બદલે જડ બની જાય છે. '

આ અતિ ભાગમાંથી આ કાગળ હું પ્રસિદ્ધ કરું' છું કેમકે એને જાહેર રીતે જવાખ આપવાની જરૂર છે. હિંદુધર્મની શુદ્ધિના કણુ અને ચિંતાજનક કાર્ય માં જગતના એકેએક મળી શકે તેટલી રજેરજ સહાનુભૂતિ મારે અવશ્ય જોઈ એ છે. કેમકે હિંદુધર્મની આ શુદ્ધિ એક રીતે આખા માનવ- કુટુંબની શુદ્ધિ છે એવા દાવા મે કર્યો છે. ધ કાને સારુ ઉપવાસ અને ખાસ કરીને ‘ પ્રાયાપ- વેશન' કરવાની સામે અંગ્રેજોને અણુગમે છે એ હું જાણું છું. મારે એ પણ કબૂલ કરવું જોઈ એ કે જે ઉપવાસને વિષે દીનબધુ ઍન્ડ્રુઝે મહાપરાણે મનને મનાવ્યું તે ઉપવાસનાં હિંદુસ્તાનમાં અનિષ્ટ પરિણામે આવ્યાં છે એમ મને માલૂમ પડયું છે, ને એથી હું દુઃખી થયે। છું. હિંદુઓએ ઘેલા થઈ ને કેટલાંક કામ કરેલાં, ને પાછું ડહાપણુ આવ્યું ત્યારે તેમણે તેના પર પાણી ફેરવ્યું. ઉપવાસ વખતે તેમણે હરિજનાને મંદિરામાં અને કૂવાઓ પર છૂટથી પ્રવેશ આપેલે. એમાંનાં કેટલાંક ઉપવાસ પૂરા થયા પછી તરત અંધ કરવામાં આવ્યાં. અંગાળના શિક્ષિત સવ હિંદુઓને ધણા માટે ભાગ ખરા દિલથી એમ માને છે કે ઉપવાસથી ઊપજેલા