પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯}
ધર્મમંથન
૧૮૯
 

અનશન વિષે એનામાં જ શમી ગયા છે. આવા સાક્ષાત્કાર કરાડામાં કાઈ ને જ થતા હશે. થઈ જ શકે એ વિષે મને મુદ્દા શા નથી. મને એવા સાક્ષાત્કાર કરવાની અભિલાષા છે, પણ મને નથી થયા, અને હજુ બહુ દૂર છું એટલું જાણું છું. મને જે પ્રેરણા થઈ એ નાખી જ વસ્તુ હતી. અને એવી પ્રેરણા વખતેાવખત અથવા કાઈ વખત ઘણાને થાય છે. એવી પ્રેરણા થવાને સારુ અમુક સાધનાની આવશ્યકતા રહે છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ કરવાની શક્તિ મેળવવાને સારુયે જો કંઈક પ્રયત્ન, કંઈક સાધનાની આવશ્યકતા રહે છે, તે શ્વિરની પ્રેરણા મેળવવાની યેાગ્યતાને સારુ પ્રયત્ન અને સાધનાની આવશ્યકતા હેાય એમાં શી નવાઈ ? મને જે પ્રેરણા થ તે આ હતી : જે રાત્રિએ એ પ્રેરણા થઈ તે રાત્રિએ ભારે હૃદયમંથન ચાલી રહેલું. ચિત્ત વ્યાકુળ હતું. માર્ગ સૂઝતા ન હતા. જવાબદારીને મેજો મને ચરી નાંખતા હતા. તેવામાં એકાએક મેં અવાજ સાંભળ્યું. એ બહુ દૂરથી આવતા જણાયા છતાં સાવ નજીકન હતા એમ મેં જોયું. એ અનુભવ અસાધારણુ હતા. જેમ કાઈ મનુષ્ય આપણુને કઈ કહેતું હેાય એમ આ અવાજ પશુ હતા. મને કમને પણ એ સાંભળ્યા વિના ન જ ચાલે એમ વિવશ થઈ ગયેા હતા. એ વખતે મારી સ્વપ્નાવસ્થા ન હતી. હું સાવ જાગૃત હતા. ખરુ' જોતાં રાત્રિની પહેલી નિદ્રા લઈને ઊંચો હતા. હું કેમ ઊડી ગયા એ પશુ ન સમજી શક્યો. અવાજ સાંભળ્યા પછી હૃદયની વેદના શાંત થઈ, મે' નિશ્ચય કરી લીધે, અનશનને દિવસ અને તેને કલાક નક્કી કર્યો, મારા ભાર એકદમ હળવા થઈ ગયા, અને હ્રદય ઉલ્લાસમય થઈ ગયું. આ સમય ૧૧થી ૧૨ની વચ્ચેના હતા. થાકવાને બદલે હું તાજે થઈ ગયેા. એટલે માકાશની નીચે પથારીમાં પડયો હતો ત્યાંથી ઊઠી, કાટડીમાં જઈ, ખત્તી સળગાવી મારે