પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
ધર્મમંથન
૩૦૫
 

માળા કે રટિશ ! અંગ્રેજોને ધાડપાડુની ઉપમા આપવી એમાં મહા વિચારદેાષ છે. ધાડપાડુ ખુળાકારેલૂટે છે. અંગ્રેજો મનનું હરણ કરીને લૂટે છે. તેથી તેની લૂટમાં પતિદેષ છે. દારૂના પીઠાવાળા પણ દારૂ વેચી મારા માલ અને મારે આત્મા લૂટે છે, તેને હું મારવાનું શીખવું કે તેને ત્યાગ શીખવું ? પણ જો કાઈ અંગ્રેજ ખીજાની ઉપર જાતે હુમલો કરવા આવે અથવા કાઈ દારૂના પીઠાવાળા ખીજાને પરાણે દારૂ પાયા, અને એ બંનેને જો દુઃખી થતા માણસ પ્રેમથી જીતી ન લે તે તેને મારીને હટાવી શકે છે. પછી અંગ્રેજ કે દારૂવાળા એક હોય કે અનેક સબળા હોય કે નબળા ઉપલા કાગળના જવાખમાં હું ઊતર્યાં હું પણુ એ ચિત હતું કે અનુચિત એ વિષે મને હજી શકા છે. લખનારના હેતુ નિશાળ જાણ્યા તેથી જ જવાખમાં ઊતરેલા છું. પણ્ એવાં લખાણામાં બહુ વિચારદેષ હોય છે. એ મારા જવાબમાંથી જોઈ શકાય એવું છે એમ મને ભાસે છે, ઘણા ભણેલાઓનું જીવન વિચારશૂન્ય થઈ ગયું. જશુા છે. એક સિદ્ધાંતમાંથી ઉસિદ્ધાંતા ઘટાવી લેવાની શક્તિ ન હેાય ત્યાં લગી સિદ્ધાંતાનું જ્ઞાન જ નથી એમ કહી શકાય. લેખકે જો ઊડે ઊતરી ખૂબ વિચારે। કર્યો હોત તો જે જવાએ મેં આપ્યા છે તે ખધા પેાતે લટાવી શકત. ખરું જોતાં બધા જવાખે! મારાં આગલાં લખાણુમાં આવી ગયા છે. પશુ લખનારની વિચારશિથિલતા આપણા સામાન્ય ષ છે એમ મારી ઉપર આવતા અનેક પત્રામાંથી હું જોઉં છું તેથી આ જવાબમાં ઊતર્યો પણ દરેક વાંચનારને અને લેખકને મારી સલાહ છે કે તેમણે પ્રત્યેક વસ્તુના ખૂબ વિચાર કરવા, તા. જી. અય્યાભાસામાંથી તે ખચી જશે. ‘ ભણુતર મિથ્યા વગર વિચાર.’ તા. ૧૮-૨૪