પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
ધર્મમંથન
૩૩૦
 

ક્રમથન મારિકાના સત્યાગ્રહમાં આપ પેાતાની છત માને છે, પણ મને તા ચાખી ભૂલની પરપરા લાગે છે. આ ક્રૂઢ પ્રશ્ન ઉકેલશા ?” આ પ્રશ્ન હીક પુછાયા છે. સત્યના પાલનમાં જ શાન્તિ રહેલી છે. સત્યના બદલા સત્ય જ છે. કીમતીમાં કીમતી વસ્તુ વેચનારને તેનાથી વધારે કીમતી વસ્તુ જેમ ન મળી શકે, તેમ સત્યના કરતાં બીજાં વધારે સત્યવાદી શું ઇચ્છે ? હરિશ્ચન્દ્રને હું ખાતલ રાખવા છતા નથી, પણ તે અને ધર્મરાજ ઇત્યાદિ દુઃખી રહ્યા એમ કહેવામાં જ ભૂલ છે, તેમણે દુઃખમાં સુખ માન્યું હતું, એટલે આપણે જેને દુઃખ માનીએ છીએ તે તેમણે વધાવી લીધું. આવાં કારાથી જ ભક્ત કવિએ ગાયું : . હિરના મારગ છે શૂરાના, નહિ કારનું કામ જોને. સત્ય જેમ સૂર્યની માફક તપાવે છે તેમ પ્રાણુનું પણુ સિચન કરે છે. સૂર્ય એક ઘડીને સારુ પણ તપતા રહી જાય તે આ સૃષ્ટિ જડવત્ ખની જાય. તેમ સત્યરૂપી સૂર્ય પણુ એક ક્ષણુભર પણ તપતા રહી જાય તે। આ જગતનો નાશ થાય. આપણે જગતમાં અસત્ય જોયા કરીએ છીએ એ ખરુ' પણુ એ તેા અંદરના મેલ જેમ બહાર નીકળ્યા જ કરે છે તેમ છે. કરાડા સ્વભાવે જ સત્યના ઉપચાગૂ કરે છે એ વાત કદી ભુલાવી ન જોઈએ. મારે! પેાતાના અનુભવ તે અપવાદ વિનાના છે, અને તે એમ સૂચવે છે કે મારામાં કંઈ નિમળતા રહી હોય તેના દુરુપયોગ છેવટ લગી કાઈ પણ નથી કરી શક્યું. એથી ઊલટ્ટુ જે મારી સત્યનિષ્ઠાનો દુરુપયેાગ કરવા ઊભા થયા છે તેમણે પોતાની પ્રતિષ્ઠા ખાઈ છે અને બીજું પણ ઘણું ખેાયું છે. સત્ય વચનને સારુ, સત્ય વિચારને સારું અને સત્ય આચારને સારુ મુસીખતા આવી છે, પણ કાઈ દહાડા મે દુઃખ અનુભવ્યું નથી. તેમાંથી મે" પરમ સુખ અને શાન્તિનું જ સિચન કર્યું,