પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮ ‘‘ જ્યારે જ્યારે પુનગ્ન માટે મનમાં વિચાર આવતા ત્યારે ત્યારે વિવેક બુદ્ધિ મને સવાલ કરી રહી હતી કે તું સામાન્ય માણસની પેઠે ગભરાઇ જઇને જનરૂઢીને નમી પડીશ કે મનની પવિત્ર લાગણીઓને વશ થઇ મહાન વિભૂતિએએ ચાલી બતાવેલ માગે ધૈર્યથી ધપીશ ?

× × × “ કેટલીક વખતે માણસને માથે દુઃખના પ્રસંગેા આવી પડે છે ત્યારે તે ભલા માટે કે ખુરા માટે હશે એ કલ્પવું મુશ્કેલ છે. ’’ “ સ્પષ્ટ દાખલેા પંડિતા રમાબાઈનેા છે. જો તેમના જીવનમાં દુઃખદ પ્રસંગ ન આવ્યેા હાત તેા જે અમૂલ્ય લાકસેવા એમના હાથે થઈ છે તે કાઇ દિવસ ન થાત. ” × × “ જે પ્રસંગ એકને અધાતિને માગે દોરે છે તે જ પ્રસંગની પ્રેરણાથી બીજું પેાતાની આત્માલિત સાધે છે, એવા ઘણા દાખલા છે.’ × × × “ કાઈ પણ મેટી જવાબદારીવાળા કાર્યને માટે હું કાઈની સલાહ ઉપર આધાર રાખતા નથી. આપણા મનની દ્રઢતા જેટલી આપણે જાણીયે તેટલી પારકા જાણી શકતા નથી. ' × × સરસ સરસ ખાવું, બંગલાઓમાં રહેવું સુંદર કપડાંલતાં પહેરવાં, અને સંસારમાં ચેનબાજી કરી સુખ ભાગવવું એવી કલ્પના પણ મને તેમજ આનંદીબાઈ તે આવી નથી. ” ‘ એવી ચીજોથી મળતું સુખ માણસને છેતરનાર છે, અને સાચું સુખ તે જેમાં વ્યવહારિક સ્વાર્થ એછે હાય એવાં જ કાયેfથી મળી શકે, એ વાત અનુભવે કરીને મારા મનમાં દ્રઢ થતી જતી હતી.”

× × “ કુદરતી શાળાનું ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવવું અને ઉદ્યોગી જીવન ગાળવું એ અમારા બન્નેના જીવનસ્વભાવ થઈ પડયા હતા.” × × × આનંદીબાઇને નાગપુર અભ્યાસ અર્થે રવાની કરી, અને બીજી કશી પંચાતમાં ન પડતાં મે હાથે જ રાંધવાનું રાખ્યું, અને એ નિશ્ચય એક વર્ષ સુધી મળ્યા." Like Portal