પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


પેાતાને શ્રમ, સમય તે પૈસા ખરચી આ વિદ્યાપીને મદદ કરે છે એ ઉપરથી આમાંના કેટલાકાનેા મત વિદ્યાપીઠના ધારણતે બધી રીતે કદાચ. અનુકૂળ નહિ હોય તાપણુ તેનાથી કંઇ પણ ઈષ્ટ કાર્ય થાય છે એવું તે તેમને લાગતું હાવું જોઇએ. સેનેટના સભાસદે ચુંટનારા મતદારાની સંખ્યા દશ વર્ષની સરાસરી ૨૫૦૦ લગભગ છે. આમાં કાઈ નહિ ને કાઈ યુનિવર્સિટીના પદવીધરાની સંખ્યા સાતસેા કે આસા છે. તેમને દર સાલ દશ રૂપિઆ વ્યાજ ઉત્પન્ન થાય એટલી રકમ અથવા દર સાલ દશ રૂપિયા લવાજમ આપવું પડે છે. બીજા મતદારાને દર સાલ પાંચ રૂપિયા વ્યાજ ઉત્પન્ન થાય એટલી રકમ અથવા પાંચ રૂપિયા લવાજમ આપવું પડે છે. લવાજમ આવે નહિ તે મતદારાની યાદીમાંથી નામ કમી કરવામાં આવે છે. આ બીજા મતદારામાં પણ પદવીધરા, વકીલા વગેરે સુશિક્ષિત લાકા પણ છે. દર વર્ષે ખસે ત્રણસે મતદારા કમી થાય છે એ ખરું, પણ એટલા જ લગભગ નવા થાય છે. આટલા આટલા સુશિક્ષિત લાકેાની સહાનુભૂતિ વર્ષાનુવ કાયમ રહે છે તે ઉપરથી શું અનુમાન નીકળે છે તે જુએ. જુદા જુદા સંધના મતદારની સંખ્યા આ પછીના પાના ઉપર આપેલા પત્રક ઉપરથી જણાશે. આ પત્રક સંબંધી થાડું સ્પષ્ટીકરણ કરીશું તે ઠીક થશે. શરૂઆતની ચુટણી ૧૯૧૬ માં થઈ. સાડ઼ સભાસદોની સેનેટ થઇ તે ત્રણ વર્ષ સુધી એટલે ૧૯૧૯ ના જીન સુધી કાયમ રહી. ત્યાં સુધી મતદારેાને મત આ- પવાનું કારણ ન હાવાથી જુદા જુદા સંધના મતદાાની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી. ત્યાર પછી દરવર્ષે સેનેટમાં કેટલીક જગ્યાઓ ખાલી પાડવી તે તે ચુંટણીથી ભરવી એવા ક્રમ ચાલે છે. સામાન્યતઃ એક વખત ચુટાયા પછી તે પાંચ વર્ષ સુધી સભાસદ રહે છે. પછી તે કમી થાય છે એવા નિયમ છે. આ રીતે કમી થયેલા સભાસદોને ફરીથી ચુટી શકાય છે. પહેલાં ચાર વર્ષની મતદારેાની યાદીમાં કાયમના મતદાર તે વાર્ષિક લવાજમ આપનાર મતદાર એવા ભેદ કરવામાં આવ્યા નહેાતા. સર વિઠ્ઠલદાસ ડાકરસી પાસેથી દર સાલ મળતા સાડીબાવન હજાર પ્રમાણે વ્યાજના રૂપિયા બાદ જતાં આજ સુધીમાં આ વિદ્યાપીને આશરે પાંચ લાખ રૂપિયા મળ્યા છે. તેમાંથી સુમારે પાણા બે લાખ રૂપીઆ, એક હજાર તે તેથી વિશેષ દાન આપનાર સાફ પાંસઠ લાકા પાસેથી મળેલા છે, પણ વિ