પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
વાચકોને રામરામ


મહારાષ્ટ્રે ભેમિયાનું કામ કર્યું છે તે જ પ્રમાણે સ્ત્રીઓની ઉન્નતિ તે શિક્ષણના કાર્યક્ષેત્રમાં નાના પ્રમાણમાં મહારાષ્ટ્રે એવું જ કામ કર્યુ છે. આ કા કરનારી એ સંસ્થાઓને–અનાથ બાલિકાશ્રમ અને મહિલાવિદ્યાપીને મહા- રાષ્ટ્રે નામશેષ થવા દેવી જોઇએ નહિ. મહારાષ્ટ્ર ગરીબ છે એ વાત ખરી, પણ ટીપે ટીપે સરેાવર ભરાય એ ન્યાયે આ સંસ્થાને જીવંત રાખવી એ મહારાષ્ટ્રની શક્તિ ઉપરાંતનું ભારે કામ નથી. આ કવ્યનું મહારાષ્ટ્ર પાલન કરશે એવી મને આશા છે. અનાથ બાલિકાશ્રમ તે મહિલા-વિદ્યાપીઠની જવાબદારી પેાતાને માથે લેનાર આશ્રમના આજન્મ સેવકાને પણ આ સ્થળે એ શબ્દ કહેવા જોઇએ. આપણે મહારાષ્ટ્રીએ કજીઆખાર છીએ એવી આપણી ખ્યાતિ છે. આપણું સ્વાતંત્ર્ય (!) ઘણું હાવાથી કજીઆ અત્યંત કડવા થવાને ઘણા સંભવ છે. એ માટે આપણે ઘણી કાળજી રાખવી જોઇએ. આશ્રમ અને વિદ્યાપીઠની હાલની સ્થિતિ ખાસ ચિંતાજનક નથી એ વાત ખરી, તાપણ સંપથી કામ કર્યા વિના-દરેક વ્યકિતએ પાતાનુ ઘણુંખરૂં સામર્થ્ય આ સંસ્થાના કામમાં ખર્ચ્યા વિના–આ જવાબદારી સારી રીતે વવી મુશ્કેલ છે. ‘જન્મ ને મરણ મનુષ્યને લખાયાં છે' આ કહેણી માણસને લાગુ પડે છે તેમ સંસ્થાને પણ લાગુ પડે છે. આપણે દીર્ઘાયુષી થવાનેા પ્રયત્ન કરીએ છીએ, તેજ રીતે આપણી સંસ્થાને દીર્ઘાયુષી અનાવવાને પ્રયત્ન આપણા હાથથી થાય એટલેા કરવા, એવા મારા નિશ્ચય છે. અંતમાં પહેલી આવૃત્તિના ઉપસંહારમાં પ્રદર્શિત કરેલા વિચાર કરી આ સ્થળે પ્રદર્શિત કરી કલમ નીચે મુકું છું. પુનર્જન્મની કલ્પના સત્ય હાય તે અતકાળની વાસના પર પુનર્જન્મનેા આધાર હાય તેા જગચાલક આ કા પરતા મારા પ્રેમ અધિકાધિક વધારે તે જન્મેજન્મ આ કાર્ય માટે તન, મન, ધન અર્પણ કરવાની બુદ્ધિ મને આપે, એવી તેની પાસે યાચના કરી હું આપ સર્વની રજા લઉં છું. સમાસ. Gandhi Heritage વાત પુસ્તકાલય. The 19