પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વર્ષ


કરવાને વિચાર કરતા હતા. તેમણે અમારી મુશ્કેલી દૂર કરવા માટે એક વરસ વગર પગારે અંગ્રેજીના પ્રેાફેસરનું કામ કર્યું. E (૫) શ્રી ડૅા. એન. એલ. રાનડેએ પહેલે વર્ષે કાલેજમાં શારીર- શાસ્ત્ર શીખવવાનું સ્વીકાર્યું, તે પછી ડૅા. ગ. સ. સહસ્ત્રબુદ્ધેએ તે કામ ઉપાડી લીધું. (૬) પ્રેા. વાસુદેવ ગાવિંદ માયદેવ એ પણ આજીવન સભ્ય થવાના હેતુથી અમારી સાથે જોડાયા. આગળપર એમ. એ. થઇ તે અંગ્રેજી શીખવવા લાગ્યા. મહારાષ્ટ્રના વાઙમયમાં તે પેાતાનુ નામ કાઢશે એવી આશા છે. તેમનામાં કવિત્વનાં બીજ છે તે આગળ પર ઉગીને વૃક્ષ થાય એવેા સંભવ છે. આશ્રમને દ્રવ્યની સહાય મેળવી આપવામાં તેમણે ઘણી સારી મદદ કરી છે. (૭) શ્રી વિશ્વનાથ આખાજી મેાડક, બી. એ. તે ૧૯૧૬માં દાખલ થયા, તે ૧૯૧૭માં આજન્મ સેવક થયા. તેમના જોડાવાથી મહિલાશ્રમ હાઈસ્કુલ ચલાવવામાં ઘણી મદદ મળી છે. આ રીતે શરૂઆતની મુશ્કેલીએ દૂર થઇ કાલેજનું કામ વ્યવસ્થિત ચાલવા લાગ્યું. મહિલા વિદ્યાપીઠના આશ્રય નીચે અધ્યાપિકા શાળા માટે શિક્ષિકાએ તૈયાર કરવાની કાલેજ ૧૯૧૭ના જુનમાં શરૂ કરવામાં આવી. બાપૂસાહેબ ચિલુણકરને તેના પહેલા પ્રિન્સિપાલ નીમવામાં આવ્યા. કૅાલેજમાંયે તેમનુ કામ ચાલુ હતું જ. (૮) શ્રી ગં. ખા. ગરૂડે કાલેજમાં અંગ્રેજી શિખવવામાં સારી રીતે મદદ કરી છે. તે આજન્મ સેવક હતા તે એક વરસ તેમણે આશ્રમના મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. પછીથી તેમનાં પત્નીને હવા માફક ન આવ- વાથી તે એક વરસની રજા પર ગયા, ને પછી રાજીનામું આપ્યું. તે એ ત્રણ વરસ રહ્યા તે દરમ્યાન તેમણે સારી મદદ કરી હતી. (૯) ૧૯૧૮ માં અમને શ્રી વામન મલ્હાર જોશીની મદદ મળી. તેમના વિષે આશ્રમના રિપોર્ટમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ— ( મહારાષ્ટ્ર ગદ્યલેખકેામાં ઘણાં વરસેથી રા. વામનરાવ જોષી ઘણું ચું સ્થાન ભાગવે છે. એમની કાવ્યશાસ્ત્રવિનેાદાત્મક નવલકથા ‘રાગિણી’નું સ્થાન મરાઠી નવલકથાએમાં ઘણું ઊંચું છે. તેમની ‘નીતિશાસ્ત્ર પ્રવેશિકા' દ્વારા અનેક વિદ્યાર્થીઓએ નીતિશાસ્ત્ર જેવા અગમ્ય વિષયમાં