પ્રો. ધેડે કેશવ કર્વે–આત્મવૃત્ત–ઉત્તરાદ્ધ. ચાલમાં ભાગ લેતાં રહે છે. તેમણે હિંગણે ને મુંબાઈની શાળામાં કન્યાઓનાં પથકો તૈયાર કર્યા છે. (૪) શ્રીમતી ગંગૂબાઈ તાંબળેએ વિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષા પાસ કર્યા પછી કાર્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. તે હાલ વિદ્યાપીઠના હિસાબ રાખવાનું ને કૅશીઅરનું કામ સારી રીતે કરે છે. (૫) આ પછી આશ્રમમાં શ્રીમતી કમળાબાઈ દેશપાંડે સેવિકા તરીકે આવ્યાં હતાં. તેમણે પોતાનું સધળું સામર્થ્ય આશ્રમની સેવામાં ખર્ચવાનો નિશ્ચય કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે કઈ કૉલેજમાં જવું એ પ્રશ્ન ઉભો થયો. દેશપાંડે કુટુંબની ઇચ્છા તેમને ફર્ગ્યુસનમાં મેકલવાની હતી. પણ કમળાબાઈના પિતા શ્રી. નરસિંહ ચિંતામણ કેલકર મહિલા વિદ્યાલયની ધ્રોવિઝનલ કમિટિના સભાસદ હતા ને હાલ સેનેટના સભાસદ છે, તેમણે કમળાબાઇને મહિલા પાઠશાળામાં જવાની સલાહ આપી. કમળાબાઈને તે પસંદ પડી. તે મહિલા વિદ્યાપીઠના * ગૃહીતાગમા’ થયાં ત્યાર પછી તેમણે થોડો વખત આશ્રમમાં કામ કર્યું. હાલ તે સતારાની કન્યાશાળાનાં મુખ્ય અધ્યાપિકા છે. તે વિષે આગળ પર ઉલેખ આવશે. આશ્રમનાં કેટલાંક આજન્મ સેવક ને સેવિકા જે અશ્રિમ છોડી ગયાં તેમના વિષે અહીં ઉલ્લેખ કરવાની જરૂર છે. શ્રી વેડૂબાઈ નામજોશી (હાલમાં સૌ. જાનકીબાઈ સાઠે), સિતાબાઈ જોશી (હાલ સૈ. બનારસે ) ને યમુનાબાઈ સાને ( હાલ સૈ. ઈંદિરાબાઈ નાગી ) પાછાં સંસારમાં પડવાથી તેમને રાજીનામાં આપવાં પડ્યાં. પહેલાં બન્નેએ આશ્રમને મુશ્કેલીને વખતે મદદ કરી હતી. યમુનાબાઈ એમ. બી. બી. એસ. હતાં ને તેમણે બેંગલોરની સ્ત્રીઓની ઇસ્પિતાલમાં એક વર્ષનો અનુભવ લીધો હતા. તેથી તે કૅલેજમાં ઘણાં ઉપયોગી થઈ પડત; પરંતુ તેમની મનોવૃત્તિ જીવનની દિશા બદલવાની થવાથી તેમનાથી આશ્રમની સેવા થઈ શકી નહિ. એનો બદલો એ બીજી રીતે વાળશે એવી આશા છે આ પછીનો ભાગ ઘણાં દુ:ખ સાથે લખવો પડે છે. શ્રી મ. કે. ગાંડગીળ ને સૌ. પાર્વતીબાઈ ગાડગીળ તેમજ શ્રી બાલાજી વિનાયક કૌલગેકર ને સૌ. હરણાબાઈ કૌલગકરને આશ્રમના સંબંધ મન ઊંચા થવાથી