પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
મહીલા–વિદ્યાપીઠની કલ્પના.


રાખી ચાલતું હતું. અને તદ્દન આકસ્મિક રીતે વિદ્યાપીઠની કલ્પના ઉભી થઈ ન હાત તે પહેલાંનેા કાર્યક્રમ જ ચાલુ રહેત. મારા જીવનમાં કોઇ કેાઇ અકલ્પિત યેાગ આવ્યા છે તે તેથી મારાં કાય તે તદ્દન જુદી દિશા મળી છે. ૧૯૧૫ના ઑગસ્ટમાં એક દિવસ હું આશ્રમમાં કામ કરતા બેઠા હતા, એવામાં મારા હાથમાં ટપાલ આવી. તેમાં એક બુક- પાસ્ટ હતું. વીટાળેલા કાગળ કાઢી નાખ્યા પછી અંદરથી ‘જાપાન વીમેન્સ યુનિવર્સિટી’ એટલે જાપાની સ્ત્રીઓની યુનિવર્સિટીની માહિતીનું નાનકડુ પુસ્તક નીકળ્યું. તેનાં પાનાં ફેરવી ટેબલના ખાનામાં તે મૂકી દીધું ને હાથમાં લીધેલું કામ શરૂ કર્યું. તે પુસ્તક કાણે મેકહ્યું હતું એ તે વખતે જણાયું નહિ. સાથે પત્ર નહેાતા. રેપર ઉપર મેકલનારનું નામ છે કે નહિ, અને પેાસ્ટ એફિસની કયા ગામની છાપ છે એ જાણવાની મને એ વખતે જીજ્ઞાસા થઇ નહિ. એવાં ઘણાં ચેાપાનીઆં આવતાં હતાં તેથી મેં એ પર ખાસ લક્ષ આપ્યું નહિ. પછી એકાદ મહિના પછી એક અણધાર્યા અનાવ અન્યા. ૧૯૧૫ની આખરે મુંબઇમાં કૈંગ્રેસ ભરાવાની હતી તેની સાથે જ રાષ્ટ્રીય સામાજીક પરિષદ ભરાવાની હતી. એ પરિષદના સેક્રેટરી ન્યાયમૂતિ ચંદાવરકરે તે પરિષદનું અધ્યક્ષસ્થાન સ્વીકરવા વિષે મને પત્ર લખ્યા. ખુણામાં પડી રહીને કામ કરતા મારા જેવા માણસ પર આવું જવાબદારીનું કામ આવશે એવા મને ખ્યાલ પણ ન હતેા. એ કામ મારી શકિત ઉપરાંતનું લાગવાથી મે તુરત જવાબ લખ્યા કે આપ કૃપા કરીને કાઈ વધારે લાયક માણુસને શેાધી કાઢા ને મને એ ભારથી મુકત કરેા. મારા આ જવાથી તેમને સંતેાષ થયેા નહિ. તેમણે મારા મિત્રા મારતે મારા પર ખૂબ દબાણ કર્યું તેથી કચવાતા દિલે હું કબુલ થયેા. ત્યાર પછી અધ્યક્ષ તરીકેના ભાષણમાં શું કહેવું તેના વિચાર ઘેાળાવા લાગ્યા. મારી જીંદગીનાં લગભગ વીસ વર્ષ સ્ત્રીશિક્ષણના કામમાં ગયેલાં હાવાથી તે ભાષણના મોટા ભાગ સ્ત્રીશિક્ષણની ચર્ચામાં ગાળવે એવું ઠરાવ્યું. એ પરથી જાપાનની સ્ત્રીએની યુનિવર્સિટીની માહિતી આપતું પુસ્તક યાદ આવ્યું. હું તે આખું વાંચી રહ્યો ત્યારે મારા શરીરમાં ને મનમાં એક પ્રકારને અવર્ણનીય પ્રવાહ વહેવા લાગ્યા. જાપાની આંધવાએ જે માર્ગને સ્વીકાર કર્યા તે જ માર્ગ સ્વીકારવાથી આપણી સ્ત્રીઓમાં માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણનેા પ્રચાર ધણી ઝડપથી થઈ શકશે એવા વિચાર આવ્યા. જાપાની લેાકેાના મનમાં આ વિચાર શી રીતે ઉદ્દભવ્યેા તે જોઈએ. ૬૫ થી ૭૦ વર્ષ – ધ વે જાપાન ને હિંદુસ્થાન એ બન્ને દેશની સામાજીક સામાજીક