પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
મહીલા–વિદ્યાપીઠની કલ્પના.


યથૈાચિત રીતે વાપરવાની સંધિ આપવાની જરૂર છે. એમ કરવામાં તેમના પર સમાજ ઉપકાર કરતી નથી; કારણ કે એ તેમને ન્યાયપૂર્વક હક્ક છે, તે તેમના જીવનદ્વારા પણ સમાજ અને રાષ્ટ્રનાં મહત્વનાં કાર્યો થવાનાં છે, એમ આપણે સમજવું જોઈ એ. ” “ Thus the principles, which shall govern us in educating women, are first, to educate them as human beings, personalities; secondly to educate them as women in order to fit them to become good wives and wise mothers; and thirdly to educate them as members of the nation so that they may always re-- member that their lives at home are related in an important manner, however hidden, to the prosperity or decay of the nation. ' એકદરે સ્ત્રીઓના શિક્ષણની બાબતમાં આપણે નીચેનાં તત્વાને અનુ- સરીને ચાલવું જોઇએઃ— (૧) એ માનવજાતિનું ઘટક તે સ્વત્વવિશિષ્ટ વ્યાક્ત છે એમ સમજી તેમને શિક્ષણ આપવું. (ર) સુપત્ની અને સુમાતા થવાની પાત્રતા તેમનામાં આવે એવું શિક્ષણ તેમને આપવું. (૩) આપણાં સાંસારિક જીવનને રાષ્ટ્રની ઉન્નતિ–અવનતિ સાથે નિકટ સંબંધ છે ( ભલે તે કદાચ અસ્ફુટ હાય ) તે હંમેશાં તેમના ધ્યાનમાં રહે એવું શિક્ષણ તેમને આપવું. સ્ત્રીઓના શિક્ષણનું ધારણ કેવું હાવું જોઇએ એ સંબંધી આ પ્રકાર- ના જ વિચાર પાશ્ચાત્ય દેશામાં પણ હાલ શરૂ થયા છે. તેના અહિં ઉલ્લેખ કરવા જોઇએ. કાઈ પણ વાતમાં પહેલાં ખૂબ વધી પાછળથી પાછા હઠવું એના કરતાં આગળથી જ ચેતવું વધારે સારૂં છે એમ મને લાગે છે. પુરૂષોની સર્વી વિદ્યા, કલા અને શાસ્ત્રો ને પુરૂષાના બધા ધંધા હસ્તગત કરવાની ખટપટ કિવા સર્વાતાપરી પુરૂષ બનવાની પ્રવૃત્તિને જે અતિરેક થયા છે તેની વિરૂદ્ધ ચળવળ પાશ્ચાત્ય દેશામાંથી શરૂ થઇ છે. નાઇન્ટીન્થ સેચરી અંડ આફ્ટર ( Nineteenth century and after ) નામના મેાભાદાર માસિકના ૧૯૨૭ ના ઑગસ્ટના અંકમાં ડૅા. મેરિક ખૂથે (Dr. Meyrick વિચાર જાણવા જેવા છે. Booth . એક લેખ લખ્યા છે. તેમાં દર્શાવેલા વિચાર