પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
મહીલા–વિદ્યાપીઠની કલ્પના.


આ પત્ર મળ્યા પછી હું તેના કામે લાગ્યા. પહેલાં શ્રી ગાડગીળ ને હરિ રામચદ્ર દિવેકરની સલાહ લઇ એક પરિપત્ર તૈયાર કર્યું. પછી હું અને દિવેકર શ્રી શિવરામ વિનાયક શેવડેને મળવા દાભાડેના તળેગામ ગયા. તેમની અનુમતિ મળતાં અમે ત્રણે ડૅા. ભડારકર પાસે ગયા. તેમણે પણ અમને ઉત્તેજન આપ્યું તે અનુમંત દક સહી આપી. પછી પ્રા. ભાટે, ડૅા. હ. શ્રી. દેવ, શ્રીમતી રમાબાઇ રાનડે, પ્રા. ૬. લ. સહસ્રદ્ધે તે ડૅા. પાં. દા. ગુણે એ વ્યવસ્થાપક મંડળીના સભાસદોની સંમતિ મળી ને સર્વાનુમતે આ સૂચના મંજુર થઇ. પરિપત્ર (સરક્યુલર) આ પ્રમાણે હતું:— રા. રા. વ્યવસ્થાપક મંડળીના સભાસદ, છેલ્લા ત્રણ મહિનાથી મને લાગે છે કે, જાપાનની ‘જાપાન વિમેન્સ યુનિવાસટી’ના નમુના પર હિંદુરતાનમાં દેશી ભાષામાં શક્ષણ આપનારી સ્ત્રીએની યુનિવાસટી સ્થાપન થયા વિના સ્ત્રીશિક્ષણને પાયે। મક્કમ થવાનેા નથી; અને માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણને પ્રસાર પણ ઝપાટાબંધ થવાનેા નથી. હાલ સ્રીએનું શિક્ષણ સર્વ રીતે પુરૂષોના શિક્ષણ જેવું જ અપાય છે તે ઠીક નથી. તે કેટલીક બાબતમાં તે પુરૂથી જુદું હાવું જ જોઇએ એવા કેટલાક સમ વિદ્વાનેાને મત છે, એ લક્ષમાં લઇ એ કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવાનેા વખત આવી લાગ્યા છે. આવા વિચારથી નીચેની સૂચના સર્વે સભાસદો આગળ મૂકી છે, તે પર વિચાર કરી આપને મત પ્રદર્શિત કરવાની મહેરબાની કરશેા. આ દરખાસ્ત આટલી ઉતાવળે આપની આગળ રજુ કરી છે તેનું કારણ એ છે કે મારા સહકારી શ્રી ગાડગીળે મને સુંદર ને ઉદાર દાન આપી (એ વિષે તેમનેા કાગળ આ સાથે જોડયેા છે) મારા વિચારોને ઘણું ખળ આપ્યું છે. એ ઉપરાંત મારે આવતી સામાજીક પરિષદમાં અધ્યક્ષ તરીકે ભાષણ આપવાનું છે. તે વખતે આ યેાજના પ્રકટ કરી આપણા રાષ્ટ્રના વિચારકાની સહાનુભૂતિ મેળવાય તા ઘણું સારું થાય એ વિચાર, રહેલા છે. મારી દરખાસ્ત નીચે પ્રમાણે છે. દરખાસ્તઃ–મહારાષ્ટ્ર માટે મરાઠી ભાષામાં શિક્ષણ આપનારી તે જેમાં અંગ્રેજી ભાષા આવશ્યક વિષય તરીકે શીખવાતી એની એક યુનિ- વર્સિટી સ્થાપન કરવાનેા પ્રયત્ન અનાથ બાલિકાશ્રમના કાર્યકર્તાઓએ કરવા, તે તે યુનિવર્સિટીની પહેલી કાલેજ તરીકે મહિલાશ્રમને બેડો બને એટલી