પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા


કરવી જોઇએ. અનારસના જમીનદાર સુપ્રસિદ્ધ દાનશૂર ખાજી શિવપ્રસાદ ગુપ્તે ચાર વર્ષ પછી પત્ર લખી મને જણાવ્યું કે એ પુસ્તક એમણે ને એમના મિત્ર વિનયકુમાર સરકારે મેકલ્યું હતું, તે તે પત્રમાં એમનાં નામ જણાવવા માટે લખ્યું હતું. પાછળથી તે બેલગામની કૉંગ્રેસમાંથી પાછા વળતાં પુના ઉતર્યા હતા. તે વખતે મારી વિનંતિ ઉપરથી તેમણે તેમનાં નામ પ્રસિદ્ધ કરવાનેા પ્રતિબંધ દૂર કર્યાં.

પ્રકરણ ચોથુ

મહિલા–વિદ્યાપીઠની ગર્ભાવસ્થા.

સામાજિક પરિષદમાં ભાષણ આપ્યા પછી હું સ્ત્રીઓની વિદ્યાપીઠની ઘટના કરવામાં રાકાયા. ફર્ગ્યુસન કૅૉલેજમાં આ વિષે ચર્ચા કરવા માટે ચૌદ પંદર માણસાને ભેગા કર્યાં. તેમાંથી લગભગ એક તૃતીયાંશ આ વિચાર- ને પ્રતિકૂળ હતા. વિરેાધીએમાં ડા. પરાંજપે ને હરિભાઉ આપટે મુખ્ય હતા એમ યાદ આવે છે. ડૅા. પરાંજપેએ તેમને વિરેાધ આગળથી જાહેર કર્યા હતા જ. તેમણે મારૂં એક નાનું જીવનચરિત્ર ઇંગ્રેજીમાં લખ્યું હતું. તે પરિષદ પહેલાં એ ત્રણ દિવસ ઉપર પ્રસિદ્ધ થયું હતું. પરિષદમાં સ્ત્રીએ માટેની વિદ્યાપીઠના પક્ષમાં હું ખેલતા હતા એ જ વખતે પરિષદના મંડપમાં અને બહાર એ પુસ્તક વેચાતું હતું. એ પુસ્તકમાં (Hasten slowly) એવું એક લેટિન વચન હતું તે તેનું અંગ્રેજી ભાષાંતર Hasten slowly ( ઉતાવળ ન કરેા ) એમ આપ્યું હતું. તેમની સલાહ એવી હતી કે હજી આશ્રમની સ્થિતિ હરીઠામ થઈ નથી. તેમ થાય ત્યાર પછી જ બીજું કેાઇ પણ કામ શરૂ કરવું એ ઠીક છે. એ સભામાંના બીજા તૃતીયાંશમાંથી કેટલાકનેા અભિ- પ્રાય અનુકૂળ ને કેટલાકના પ્રતિકૂળ હતા. એક તૃતીયાંશ અનુકૂળ ભાગ પ્રયત્ન કરી જોવામાં હરકત નથી એવા વિચારનેા હતા. Ăા. કેશવરાવ કાનિકટર ને પ્રૂા. હરિ ભાઉ લિમયેની પૂર્ણ સહાનુભૂતિ હતી. આ કાર્યમાં દ્રવ્યની પહેલી મદદ પણ પ્રા. કાનિટકર તરફથી જ મળી. સભા પુરી થયા પછી તે મને એમના ઘેર લઇ ગયા તે ત્રણસે રૂ. ની ટેટ મારા હાથમાં મૂકી. આ સભા વિદ્યાપીઠ સંબંધી અનેક મુદ્દાઓની ચર્ચા કરવા જ માત્ર ખેલાવી હતી, તેમાં ઠરાવ કરવાના કે કંઈ નિશ્ચિત ચેાજના ધડવાની ન હતી. મે ખતે તો નિશ્ચય કર્યો હતો કે લાકમત ગમે તેમ હૈ। પણ આ કામ શ કરવું