પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


બહેનને આપવામાં આવ્યા અને નાની પત્નીને તે ત્રીસ વર્ષની થાય ત્યારે રૂ. ૨૦૦૦ આપવાના છે. એ સિવાય દર મહિને રૂ. ૨૫ તેમની માતુશ્રીને અને ૩૦ તેમની દરેક પત્નીને તેમની હયાતી દરમ્યાન આપવાના છે. અત્યાર સુધી ડૅા. લાંડેની મીલકતમાંથી રૂ. ૨૬૭૪૯-૨-૩ ની રકમ પૂના શહેરમાં નાથીબાઈ કન્યાશાળા માટે જે વિઠ્ઠલ રાધેખા લાંડે’ મકાન ઉભું થયું છે તેના ખર્ચ માટે આપવાને મળેલી છે. અને એ ટ્રસ્ટમાંથી રૂ. ૧૫૮૧૪-૯-૧૦ ની રકમ પ્રેમીસરી તાટા વગેરે સ્વરૂપમાં જુદી મુક- વામાં આવી છે. વિદ્યાપીઠની બાલ્યાવસ્થામાં જ આ અકલ્પિત રકમ અનેક અડચણા પછી પણ મળ્યાથી મને ઘણા જ આનંદ થયા. જેમની પાસે અગાધ સંપત્તિ હાય તે મેટી મેટી રકમે આપે તેમાં ખાસ વિશેષતા જેવું નથી, પણ મધ્યમ સ્થિતિના માણસે પેાતાના કથી મેળવેલી ઘણી જ મેટી મીલકતને સુમારે ચાર પંચમાંશ ભાગ લેાકાપયેાગી સંસ્થાઓને વહેંચી આપવા એ ખરેખર મેટી અભિમાન લેવા જેવી બાબત છે. વિદ્યાપીઠનું કાર્યક્ષેત્ર અને તેા વિસ્તૃત કરવું, એવા ઉદ્દેશથી અમદાવાદમાં ચાલતા મહિલા વિદ્યાલયને વિદ્યાપી સાથે જોડવાનેા પ્રયત્ન કરવા માટે હું ત્યાં ગયા. એ વિદ્યાલયની વ્યવસ્થાપક મંડળીના સભાસદેને વ્યકિતગત તેમજ એકજ ઠેકાણે મળ્યા અને આ સંબધી ચર્ચા કરી. ત્યાંના લોકેાને એમની શાળા આ વિદ્યાપીઠ સાથે જોડવાનું ગમ્યું નહીં. તેમણે પણ સરકારી અભ્યાસ- ક્રમ કરાવ્યા હતા. વધુમેટ્રિકયુલેશનની અરેાખરીની શાળાની અંદરની પરીક્ષા લેવાનું તેમણે નક્કી કર્યું અને પેાતાનું કામ સ્વતંત્રપણે ચલાવવાનું ઠરાવ્યું. અમદાવાદ- માં યશ મળ્યેા હાત તેા સુરત જઇ ત્યાંના મહિલા વિદ્યાલયના ચાલકાને એવી જ વિનંતી કરી હેાત. પરંતુ ત્યાં નિષ્ફળ થવાથી સુરત જવાને વિચાર મેં માંડી વાળ્યેા. જાલંધર કન્યા મહાવિદ્યાલય માટે પણ પ્રયત્ન કરી જોવે એમ મને લાગ્યું. ૧૯૧૮ માં પ્રચારકા અને દ્રવ્ય માટે પંજાબમાં ફરતાં ત્યાંના કન્યા મહાવિદ્યાલયના ઉત્પાદક અને પ્રવર્તક લાલા દેવરાજને ત્યાં જ હું ઉતર્યા હતા. તે વખતે એ સંસ્થાના ઉત્સવ હાવાથી સૌ. સરેાજીની નાયડુ પણ આવ્યાં હતાં. તેમના પ્રમુખપદ હેઠળ મારૂ વ્યાખ્યાન થયું અને ‘ તમે પંજાબમાં સ્ત્રી માટે જુદી યુનિવર્સિટી નહીં તા કન્યા મહાવિદ્યાલય Gandhi નવસટી કાઢા, નહીં તા કં