પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


કાણુ છે ? સમાજની કયા કયા દરજ્જાની સ્ત્રીવિદ્યાથીએ ત્યાં આવે છે ? સવારથી સાંજ સુધીના શેા કાર્યક્રમ હાય છે? વગેરે અનેક પ્રશ્નોના ઉત્તર સીતાબાઇને આપવા પડતા. એની અસર પણ સર વિઠ્ઠલદાસના મન પર ઘણી થઈ. સીતાબાઇ તેમની સાથે ખરાખર નવ મહિના રહ્યાં હતાં અને તેમના વર્તનથી સર વિઠ્ઠલદાસ ખુશ થઇ ગયા. કયારેક કયારેક રસોયા માંદા પડતા ત્યારે સીતાબાઇ આગળ પડી કામ કરી લઇ મુશ્કેલી જણાવા દેતાં નહિ. ક્યારેક ક્યારેક સ્થાનિક આગેવાન માણસાને જમાડવાને પ્રસંગ આવતા ત્યારે સીતાબાઇ પોતે પકવાને તૈયાર કરતાં અને પરદેશી માણસાને આપણા દેશની રીતભાત બતાવી પ્રસંગ ઉત્તમ રીતે જળવાય એવું કરતાં. જાપાનની સ્ત્રીયુનિવર્સિટી જેવી સંસ્થા આપણા દેશમાં સ્થપાય એ વિચાર સર વિઠ્ઠલદાસના મનમાં વિશેષ દૃઢ થતા ગયા અને સીતાબાની કર્તવ્યપરાયણતાએ તેને પુષ્ટિ આપી. સીતાબાઈ અગ્ણિગેરી અનાથબાલિકાશ્રમની મંડળીની આજન્મ સેવિકા છે. સર વિઠ્ઠલદાસે તેમને કપડાંલત્તાં વિગેરેને સર્વ ખર્ચ આપ્યા અને પાછા આવ્યા બાદ પાંચસા રૂપીઆને ચેક આપ્યા. શરૂઆતમાં તેમની સાથે કાઈ પણ જાતને કરાર કરેલા નહેાતા. તેમણે પાછા આવ્યા બાદ કાલેજને પેાતાના અભ્યાસ પુરા કરી જી. એ. ની પદવી મેળવી અને તેએ અત્યારે મુંબઇની નાથીબાઈ કન્યાશાળાની મુખ્ય અધ્યાપિકાની જગ્યાએ છે. ૭૦ સર વિઠ્ઠલદાસ મુસાફરીએથી પાછા ફર્યા ત્યારે તેમને અને સીતાબાઇને મળવા માટે હું મુંબઇ ગયા હતા, અને આગોટમાંથી ઉતરતાં જ તેમને અંદર ઉપર મળ્યેા. ત્યારે તેમણે કહ્યું કે ત્રીજા પહેારે મને મળ્યા વગર પૂના પાછા જશે! નહીં. ત્રીજે પહેારે તેમના બંગલામાં તેમને મળવા આવેલા લાકેાની ભીડ હતી. તે વેળા તેમણે મને એટલું જ કહ્યું કે તમારી યુનિવર્સિટી સંબંધી મારે ઘણી વાતચીત કરવાની છે; મને વખત મળતાં તમને જણાવીશ. પછી પ્રિન્સિપાલ કેશવરાવ કાનિટકર અને ડેા. પરાંજપેની સાથે હું તેમની પાસે બે ત્રણ વખત મહાબળેશ્વર ગયા અને એ સંબંધી ચર્ચા કરી. આખરે તેમણે પેાતાની સૂચનાએ યુનિવર્સિટી આગળ મેાકલી. એ થાડા ફેરફાર સાથે મંજીર થઈ. આખરે જે શરતા નક્કી થઇ તેમાંની મૂખ્ય નીચે પ્રમાણે છેઃ— ૧ સર વિઠ્ઠલદાસ ઠાકરસી અને તેમના વારસ તથા મૃત્યુપત્રના વ્યવસ્થાપકાએ વિદ્યાપીઠને દરસાલ સાડા બાવન હજાર રૂપીઆ હુમેશ આપ્યા કરવા. Gandhi Heritage Portal