લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
સર વિઠ્ઠલદાસ ઠાકરસીની અણધારી ઉદાર બક્ષિસ.


૨ તેમની આ બક્ષીસ બદલ વિદ્યાપીઠે નીચલી ખાતા અમલમાં મુકવી. (અ) વિદ્યાપીઠે પેાતાનું નામ બદલી ‘ શ્રીમતી નાથીબાઈ દામેાદર ઠાકરસી ઇંડિયન વીમેન્સ યુનિવર્સિટી’ અથવા ‘ શ્રીમતી નાથીબાઈ દામેાદર ઠાકરસી ભારતવર્ષીય મહિલા–વિદ્યાપીઠ ’ રાખવું. (બ) વિદ્યાપીઠે તરત જ પુનામાં એક હાઇસ્કુલ કાઢવી. (ક) વિદ્યાપીઠે હિંગણેની કાલેજ એકદમ પેાતાના તાબામાં લેવી અને તરત જ તેને શહેરની પાસે લઈ જઈ ત્યાં વસતિગૃહની સગવડ કરવી. (ડ) વિદ્યાપીઠે મુંબઇમાં બનતી ત્વરાએ એક હાઇસ્કુલ કાઢવી ને એમાં મરાઠી અને ગુજરાતી અન્ને શાખાએ રાખવી. અને હાઇસ્કુલને વિકાસ થઇ આગળ ઉપર કાલેજ કાઢી શકા એવું તેનું ધારણ રાખવું. (૪) પૂર્ણ કાલેજ થયા ખાદ અને જરૂરી મકાનેા બંધાઇ રહ્યા પછી વિદ્યાપીઠનું થાણું પુનાથી મુંબઇ લાવવું. એમ થાય ત્યાં સુધી ૧૯૨૧ ના જીનથી સેનેટની સભાએ મુંબઈમાં ભર્યા જવી અને ત્યારથી સિંડિકેટની સભા પણ મુંબઇ કે પુના પૈકી કાઇ પણ સગવડવાળી જગ્યાએ ભરવી. (૬) પૂનાની હાઇસ્કુલ અને કાલેજને અનુક્રમે શ્રીમતી નાથીબાઈ દામેાદર ઠાકરસી કન્યાશાળા અને શ્રીમતી નાથીબાઇ દામેાદર ઠાકરસી મહિલા પાઠશાળા એ નામે આપવાં. વળી જે શિક્ષણ આપનારી સંસ્થાઓનું બધું ખર્ચ વિદ્યાપીઠ તરફથી જ મળતું હેાય તે સર્વેને શ્રીમતી નાથીબાઇ દામેાદર ઠાકરસીનું જ નામ આપવું. (ગ) મારી હયાતીમાં અને ત્યારબાદ દામેાદર ઠાકરસીના પુરૂષ વારસે સેનેટમાં પાંચ સભાસદો નીમવા. તેમાંના ત્રણને સેનેટના પ્રતિનિધિ થવા માટે જે જે શરતે લાગુ પડતી હોય તે લાગુ પાડવી જોઇએ; પણ બાકીના અન્નેને સેનેટમાં ચાલતા કામમાં યેાગ્ય ભાગ લઇ શકાય એટલી શરત બસ છે. ૩ વિદ્યાપીઠે કાં તેા સરકારી માન્યતા મેળવવી અગર મારી રકમ જેટલું ખીજું ક્રૂડ એકઠું કરવું. એ પ્રમાણે થયા બાદ જે પ્રેામિસરી નેટાનું વ્યાજ રૂપીઆ પર૫૦૦ આવે એટલી નેટા વિદ્યાપીઠને સ્વાધીન કરવામાં આવે. તે પછી દર સાલ સાડા બાવન હજાર રૂપી આપવાની જવાબદારી રહેશે નહીં. આ શરતા મજુર થઇ અને રકમને સ્વીકાર થયા બાદ હિંગણેની કાલેજની એટલે મહિલા પાઠશાળાની વ્યવસ્થા વિદ્યાપીઠના હવાલે સાંપવામાં આવી અને પુનાની કન્યાશાળા પણ વિદ્યાપીઠના હવાલે સોંપાઇ અને એ