અન્નેને શ્રીમતી નાથીબાઈ દામાદર ઠાકરસી મહિલા પાડશાળા અને શ્રીમતી
નાથીબાઇ દામેાદર ઠાકરસી કન્યાશાળા એ નામેા આપવામાં આવ્યાં. એવી
શાળાનેા સમાવેશ થઈ શકે એવું ખરીદી લઇ શકાય એવું મકાન, કે એકાદી
છુટી જગ્યા મળી શકે છે કે કેમ એ જોવા માટે સર વિઠ્ઠલદાસ, પ્રે.
કાનિટકર અને મેં એ ત્રણ વેળા તપાસ કરી; પરંતુ મનપસંદ જગ્યા ન
મળી. કાલેજ માટે હાલની જગ્યા સર વિઠ્ઠલદાસને બહુ ગમી અને તે તરત
જ એકરના ચૌદસા રૂપીઆ પ્રમાણે ૨૪ એકર ખરીદ કરી. ઇમારત,
પ્લાન અને એસ્ટિમેટ સર વિઠ્ઠલદાસે પેાતે પેાતાની દેખરેખ હેઠળ કરાવ્યાં
અને કાલેજની ઈમારત બંધાવવાનું કામ એંડ ગાર્ડન પાસેની ટેકરી પર
આવેલા એમના બંગલા જેમણે બાંધેલા તેને એટલે શ્રીયુત નારાયણ વિષ્ણુ આર્ટ-
વલેતે સેાંપવામાં આવ્યું. કાલેજ માટે મનપસંદ ઇમારત તૈયાર કરાવવી
એવું સર વિઠ્ઠલદાસના મનમાં હતું અને તેથી પ્લાન તૈયાર કરાવતાં તેમણે તેમાં
વારંવાર ફેરફાર કરાવેલા. એમને આગ્રહ ન હાત તા મકાન પર એટલા
પૈસા અમે તેા ન જ ખરચત. તે વેળા અમારી પાસે રાડ ન હાવાથી તેમણે
એક લાખ છાસી હજાર રૂપીઆ વિદ્યાપીને વગર વ્યાજે ઉછીના આપ્યા
અને તે અમારે હપતે હપતે પાછા આપવા એવું ઠરાવ્યું. એ રકમને છેવટ-
ને પચીસ હજારને હપતા ગયા ડિસેમ્બરમાં આપવામાં આવ્યા. દુર્ભાગ્યની
વાત એટલીજ છે કે, કાલેજ માટે મકાન પુરૂં થયેલું જોવા સર વિઠ્ઠલદાસ
વ્યા નહિ. તેએ આજે હૈયાત હાત તા વિદ્યાપીઠને આગળ ધપવાના કામમાં
તેમના તરફથી સારી મદદ મળી હાત.
પ્રકરણ સાતમું.
વિદ્યાપીઠના ધારણે ચાલતી શાળાઓ ઉઘાડવાનો પ્રયત્ન.
સર વિઠ્ઠલદાસ પાસેથી મદદ મળી તે પહેલાં પુના શહેરમાં વિદ્યાપીઠના
ઘેારણે ચાલતી શાળાએ ઉઘાડવાનેા પ્રયત્ન મારી સાથે કામ કરતા મારા મિત્ર
શ્રીયુત ગેા. મ. ચિપલુણકરે કર્યા હતા. શ્રીયુત ચિપલુણકર અને શ્રીયુત ત્રિ. રા.
ગદ્રેએ ૧૯૧૭ના એગસ્ટમાં પુનામાં ‘કન્યાશાળા’ સ્થાપવા માટે એક નાનું
સરખું મંડળ સ્થાપન કર્યું અને મુંબઇ તથા પુના જઈ તેમણે થાડું કુંડ
એકઠુ કર્યું અને ૩ સ્ત્રીવિદ્યાર્થીઓ સહિત તે શાળા ૧૯૧૮ના એપ્રિલમાં
શરૂ કરી. આશ્રમના આજન્મ સેવકાની આ પ્રયત્ન પ્રત્યેજે કે સહાનુભૂતિ હતા. ||
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૦
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ