પૃષ્ઠ:Divadi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : દીવડી
 

તથા કૉલેજમાં આવતાં બરોબર તેની કવિતા અને વાર્તા માસિકોમાં પ્રસિદ્ધ પણ થવા માંડી. ધનિક પુત્રને લેખનનો નાદ બહુ લાગતો નથી; પરંતુ એ નાદ જ્યારે લાગે છે ત્યારે તેને લેખપ્રસિદ્ધિ પણ ઝડપથી મળી રહે છે, છબી સાથે રસિકની કવિતા કે વાર્તા કોઈ માસિકમાં પ્રગટ થતી ત્યારે રસિકને તો ઘણો આનંદ થાય જ; સાથે સાથે આખા કુટુંબને આનંદ થતો, અને કુટુંબીજનો એમ જ માનતાં કે રસિક એ ધનિક કુટુંબનો કોહિનૂર છે.'

માત્ર આ કાહિનૂરનો એક જ પહેલ જરા ઝાંખો હતો. રસિકની તંદુરસ્તી જોઈએ એટલી સારી રહેતી નહિ. ક્રિકેટ, ટેનિસ અને અખાડાની પૂરી સગવડ મળી શકે એટલાં સાધનો કુટુંબ પાસે હતાં. અને કદી કદી રસિક તેનો ઉપયોગ કરતો પણ ખરો. પરંતુ એ ઉપયોગ ઘણું ખરું છબી પડાવવા પૂરતો જ થતો. શારીરિક મહેનતની રસિકને બિલકુલ જરૂર રહેતી નહિ, અને જરૂર ન હોવાથી તે મહેનતને જતી કરવા જેટલો સમજદાર પણ હતો. વળી તેની તબિયત બહુ મહેનત સહન કરે એવી નથી એવો નિશ્ચય કુટુંબમાં દ્રઢ થઈ ગયો. શારીરિક મહેનત ઘણે ભાગે દવાની ગરજ સારે છે. એ સત્ય સુખી કુટુંબમાં વીસરાઈ જાય છે. અને મહેનતનું સ્થાન દવાની શીશીઓ અને આરામને મળે છે. રસિકને વધારામાં વાચન–લેખન પણ મળતું. જેને વાચન અને લેખનનો શોખ લાગે એ બીજાં સર્વ કાર્યોમાંથી રસ ગુમાવવાનો હક્ક ધરાવે છે. રસિક વાંચતો અને લખતો ન હોય ત્યારે એ તબિયતની–નાદુરસ્તીની ભ્રમણમાં રહેતો.

મોટે ભાગે કવિઓ અને સાહિત્યકારો તંદુરસ્તીમાં બહુ માનતા હોય એમ લાગતું નથી. કલ્પનાસૃષ્ટિ રચવી અને તેને શબ્દોમાં, રંગમાં, રાગમાં કે જીવનમાં ઉતારવી એ થકવી નાખનારી મહેનત ગણાય. રસિકની તે કલ્પના પણ થકવી નાખે એવી હતી. ગરીબ કલાકાર કરતાં ધનિક કલાકારનું ઉડ્ડયન બહુ ઊંચું ! ગરીબકલાકારને