પૃષ્ઠ:Divadi.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી

માનવીનાં મોટા ભાગનાં દુઃખ અને સુખ મુખ્યત્વે ધન ઉપર આધાર રાખે છે. નાનામાં નાના ઝઘડાથી માંડી ઍટમ બોમ્બ વાપરનારા વિશ્વયુદ્ધ સુધીના માનવકલહોની પાછળ નજર કરીશું તો પ્રત્યેક ઝગડા પાછળ પૈસો જ રમત કરતો આપણને દેખાશે.

બે જીવજાત મિત્રો હતા. એકનું નામ હતું જયંતીલાલ અને બીજાનું નામ હતું કીકાભાઈ. બન્ને મિત્રો એક જ ગામમાં ઊછર્યા હતા, સાથે ભણ્યા હતા અને સાથે જ સાહસ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. ધન એ સઘળા સુખનું મૂળ છે એવી પણ તેમની ખાતરી થઈ ચૂકી હતી. સેવા પણ ધનિક માણસની વધારે વહેલી સ્વીકારાય છે એમ તેમણે જોયું હતું. સત્તા પણ ધન ઉપર આધાર રાખી રહેલી છે એનાં દ્રષ્ટાંતો એમની પાસે ખૂબ ખૂબ હતાં. સુખના ફુવારા ઊડતા જોવા હોય તો ધનની ચાવી ફેરવવી, એ દ્રશ્ય પણ તેમની નજર બહાર રહ્યું ન હતું. એટલે બાળપણથી જ તેમણે નિશ્ચય કર્યો હતો કે બીજું બધું પ્રાપ્તવ્ય બાજુએ મૂકી ધન ભેગું કરવું. ધન હશે તો બીજાં બધાં પ્રાપ્તવ્ય આપોઆપ ઇચ્છા કરતાં બરોબર ઊભાં