પૃષ્ઠ:Divadi.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪ : દીવડી
 

પગ પાસે બેસાડી કહ્યું :

'જયંતી ! મારી એકની એક દીકરીનો પ્રાણ તારા દીકરાએ બચાવ્યો છે.'

જયંતીલાલે કંઈ પણ જવાબ આપ્યો નહિ. કીકાભાઈએ વધારામાં કહ્યું :

'એકલી દીકરી જ નહિ; દીકરીની મા અને એ દીકરીનો બાપ તારે પગે પડવા આવ્યાં છે.'

'કીકાભાઈ ! શેઠસાહેબ ! માફ કરો. અને આપની મૈત્રી પૂર્ણ રીતે ફળી છે. મારું તો ઠીક, પણ મારા દીકરાનું પણ આપે લોહી પીધું છે. આટલેથી બસ રાખો.' જયંતીલાલથી બોલાઈ ગયું.

'તો આ છોકરી અને આ દસ્તાવેજ તારા પગમાં મૂકી હું ચાલ્યો જાઉં છું.' કહી કીકાભાઈ અને તેમનાં પત્ની બહાર નીકળી ગયાં. આશ્ચર્યચકિત જયંતીલાલ મૂઢ સરખા ઊભા રહ્યા. તેમનાં પત્નીએ દુશ્મન કીકાભાઈની દીકરી કનકલતાને કહ્યું :

'દીકરી ! તું પગે લાગી ચૂકી. તારી માંદગી ઓસરી ગઈ. ઈશ્વર તને દીર્ઘાયુષ આપે હવે તું જા. તારાં માબાપ બહાર કારમાં ખોટી થતાં હશે.'

'હું પાછી માબાપને ત્યાં જવા માટે આવી નથી; હું અહીં જ રહેવા માટે આવી છું. ' સાજી થયેલી કીકાભાઈની દીકરીએ કહ્યું.

'કનક ! મારા ઘરમાં, મારા ગરીબ ઘરમાં, તને ક્ષણ પણ ન રહેવું ન ગમે. છતાં તું આવી છે તો હવે જમીને જ જજે - મોં મીઠું કરીને જજે.' પુષ્પકની માતાએ કનકલતાને કહ્યું.

'સાચું કહું ? નાને મોંએ મોટી વાત થાય છે એ હું જાણું છું, છતાં કહી લઉં. જેણે મને જિવાડી છે તેને મારો જીવ અર્પણ કરવો છે, એટલે હું અહીંથી જરા યે ખસવા માગતી નથી. જમીશ પણ અહીં; પરણીશ પણ આ ઘરમાં; અને રહીશ પણ અહીં !' કનકલતાએ કહ્યું. અને બહાર મોટર ઊપડી ગયાનો અવાજ પણ