પૃષ્ઠ:Divadi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર વેચાણ


માનવીને જીવનમાં શું શું વેચવું પડે છે એ કોણ કહી શકે? રાજા હરિશ્ચંદ્રને પોતાની સ્ત્રીનું વેચાણ કરવું પડ્યું એ જીવનરમત જાણીતી છે. પુત્રીઓ વેચવાના પ્રસંગો આજે પણ વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ. રાજ્યનાં રાજ્યો ગીરો મુકાય છે અને વેચાય છે એ પણ આપણે વર્તમાન યુદ્ધોમાં જોઈએ છીએ. માનવીને ગુલામ તરીકે વેચવામાં આવતો હતો એ તો ઐતિહાસિક સત્ય છે. આમ માનવજીવનમાં શાનું શાનું વેચાણ નહિ થતું હોય એ કોણ કહી શકે ? સુધરાઈઓ પાણી અને પ્રકાશ બન્ને વેચે છે અને હવા ખાવાનાં સ્થળોએ હવા વેચાય છે. મને લાગે છે કે વેચાણના સૂત્ર આસપાસ અનેકરંગી કથાઓ અને મહાકથાઓ સર્જાય છે.

પરંતુ નથી હું કવિ કે નથી કોઈ વાર્તાકાર. એટલે વેચાણને અવલંબીને હું ભાગ્યે કોઈ સારી વાર્તા કે કવિતા ઉપજાવી શકું; છતાં હમણાં જ મારા જીવનમાં વેચાણનો એક વિચિત્ર પ્રસંગ બની ગયો, જે મારા હૃદયમાં ખૂબ ખટક્યા કરે છે. ક્યાં સુધી એ ખટકશે ? એ વિચિત્ર વેચાણ કરનાર માનવી જીવતો હોય અને પાછો મને