પૃષ્ઠ:Divadi.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર વેચાણ : ૧૧૫
 


બીજી સવારે મેં પત્નીની તબિયત પૂછી અને કહ્યું :

'તું રાત્રે બિલકુલ સુતી નહિ. કેમ એમ થયું ?'

'મને ફ્રેમનું વિચિત્ર વેચાણ વારંવાર યાદ આવ્યા કરે છે. હું જ ફ્રેમની છબીમાં જડાઈ હોત તો શું થાત ?'

આટલો જવાબ આપતાં મારી પત્ની સહેજ ધ્રુજી હોય એમ મને લાગ્યું. મારાથી પણ બોલાઈ ગયું :

'કેવું વિચિત્ર વેચાણ!'

અને મારી પત્નીએ પણ ધીમે ધીમે કહ્યું :

'અને તે પણ શા માટે? રુદનની..અને મૃત્યુની શક્તિ મળે એ માટેનું વેચાણ...કદી સાંભળ્યું નથી.' એટલું બોલતાં મારી પત્ની ફરી ધ્રૂજી ઊઠી.

મેં પણ આટલા વિચિત્ર વેચાણની નોંધ રાખ્યા સિવાય બીજી પૂછપરછ કે તપાસ કરી નથી, છતાં આટલી નોંધ તો મેં જરૂર રાખી છે !

ઉપરાંત એક બીજી પણ ટૂંકી નોંધ એ પછી ઉમેરી.

હવા ખાવાને સ્થળે મારી પત્નીને વધારે સમય રાખવી એ મને ઠીક ન લાગ્યું. એ રાત પછી તો મારી પત્નીએ ફરવા જવું પણ બંધ કર્યું અને ઘડી ઘડી બંગલાની બારીએ કે કંપાઉન્ડની જાળી બહાર તે જોયા જ કરતી હતી.

હું તેને મારી નોકરીના સ્થળે લઈ આવ્યો. એક દિવસ વર્તમાનપત્રમાં ટૂંકી નોંધ આવી, જે તરફ મેં મારી પત્નીનું ધ્યાન પણ ખેંચ્યું. જે સ્થળે હવા ખાવા અમે ગયાં હતાં તે સ્થળની કઈ ઊંડી ખીણમાંથી એક માનવલાશ મળી આવી, જેને કોઈ ઓળખી શક્યું નહિ. એટલે તેને સરકારી રાહે અવલમંજીલે પહોંચાડી. લાશ પુરુષની હતી અને તેના ખિસ્સામાં એક કિશોરીની ઘસાઈ ગયેલી જૂની છબી હતી, જેને પણ કંઈ ઓળખી શક્યું નહિ. એ માનવી પગ લપસવાથી ખીણમાં પડી મૃત્યુ પામ્યો હતો; કાં તો એણે