પૃષ્ઠ:Divadi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: દીવડી
 

આપઘાત કર્યો હોય, અગર કોઈ હિંસક પ્રાણીથી બચવા નાસવા જતાં સમતોલપણું ગુમાવી પોતાનો જીવ ખોયો હોય.

એટલું વધારામાં અહીં નોંધી લઉં : એ સમાચાર વાચ્યા પછી મારી પત્ની કદી હસી નથી. જોકે અમારો વ્યવહાર સરળતાથી ચાલે છે. છબી મારી પત્નીના નાનપણની લગ્ન પહેલાંના યૌવનની તો ન હતી ? એ પ્રશ્ન મેં હજી મારી પત્નીને પૂછ્યો નથી.