પૃષ્ઠ:Divadi.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાતશત્રુ

અજાતશત્રુની કલ્પના તો સમજાય એવી છે. હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, ગાંધીજી જેવા મહાપુરુષોને માટે તો કોઈ શત્રુ જન્મતો જ નથી,એટલે એવી વિરલ વ્યક્તિઓ અજાશત્રુને નામે ઓળખાય.

પરંતુ આપણા જેવી સામાન્ય વ્યક્તિઓની ઝેરભરી નજરે તો ચારે બાજુએ દુશ્મનો જન્મેલા દેખાય છે, જે આપણું જીવન, સવાર, બપોર, સાંજ અને રાત ઝેર બનાવી દે છે અને તેમાં ય જ્યારે આપણે આપણી જાતના દુશ્મન હોઈએ છીએ ત્યારે તો આપણા દુઃખનો અવધિ આવતો નથી. દુઃખમાં અને દુઃખમાં રાખી આપણને મારનાર આપણો દુશ્મને આપણે પોતે જ હોઈએ છીએ. જેની જાત જેનો દુશ્મન હોય એવા અસંખ્ય માનવીઓને જાતશત્રુ કહેવા ઠીક છે. નેવું ટકા માનવીઓ જાતશત્રુ હોય છે.

હું ખરેખર બહુ દુઃખી હતો. પિસ્તાળીસ વર્ષે તો મને લાગ્યું કે મારું જીવન આમ ને આમ દુ:ખમાં વીતી જશે તો મારે જરૂર આપઘાત કરવો પડશે. એક દિવસ મધરાતે પડતું નાખી મારા દેહનો અને મારા દુઃખનો અંત લાવવા હું અગાશીમાં ગયો અને રાત્રિની