પૃષ્ઠ:Divadi.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : દીવડી
 

નિઃશબ્દ શાંતિ પડતું નાખવા મને પ્રેરી રહી. મેં ઊંડા આકાશમાં નજર કરી અને તકતકતા હસતા તારાઓ નિહાળ્યા. જાણે એ મને કહેતા ન હોય : 'હા, હા, પડ ! માર કૂદકો ! તારા જેવા કંઈક માનવીઓએ ઊંચાઈથી કૂદી પડી પોતાનાં દુઃખ-દર્દ મિટાવી દીધાં છે.'

મારાથી ગુસાના આવેશમાં તારાઓ સામે જ બોલાઈ ગયું :

'તો હરામખોર ! તમે કેમ પડતા નથી? યુગયુગથી ઉપર રહ્યા રહ્યા સહુને હસ્યા કરો છો તે !'

જવાબમાં તારાઓએ મારી સામે આંખ મીંચકારી અને મને હસી કાઢ્યો. જાણે તેઓ મને કહેતા હોય કે જેને દુઃખ હોય તે મરે ! ચમકતા, હસતા, તેજ:પુંજ સરખા તારાઓને હજી કંઈ દુ:ખ પડ્યું જાણ્યું નથી.

એકાએક મારી પાછળ એક માનવ સાદ મેં સાંભળ્યો :

‘પણ તમને દુ:ખ શું છે? આમ સૂતા કેમ નથી ? રાતની રાત જાગો છો !'

મારી પત્નીનો એ સાદ હતો. એ સાદ હવે મને બહુ જ અણગમતો બની ગયો હતો. પાછા ફરી મેં જવાબ આપ્યો :

'તારે મને સુખે મરવા દેવો પણ નથી; ખરું ?'

'પણ એવું છે શું કે તમારે એવો વિચાર સુધ્ધાં કરવો પડે ? સારી આવક છે, કુટુંબ છે, છૈયાં છોકરાં છે...'

'એ બધાં ય મારાં દુશ્મન છે, અને તું પણ મારી દુશ્મન છે.' મેં કહ્યું. અને મારી પત્નીની આંખમાંથી મોતીની સેર સરખાં આંસુ વહી રહ્યાં.

વર્ષો પહેલાં અમારા લગ્નનાં બેત્રણ વર્ષની જ સીમામાં કોઈ કારણસર મારી પત્નીની આંખમાં આંસુ ઉભરાયેલાં, મારું કાળજું ચિરાઈ ગયેલું, અને મેં એ પ્રસંગ ઉપર એક કવિતા લખી કાઢેલી; એ કવિતા મેં પ્રસિદ્ધ કરી ત્યારે તેનાં બહુ વખાણ પણ આવ્યાં હતાં. વર્ષો વીત્યાં હતાં છતાં મારી પત્નીનું રૂપ ખાસ બદલાયું ન