પૃષ્ઠ:Divadi.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાતશત્રુ : ૧૧૯
 

હતું. એની વાણીમાં એની એ જ ઋજુતા હતી, એની આંખોમાં એનો એ આર્જવ હતા, અને મારે માટેની એની કાળજી પહેલાં હતી એના કરતાં તો વધી ગઈ હતી.

પરંતુ એ જ મારા દુઃખનું કારણ હતું. શરૂઆતમાં તો તેનું રૂપ મને ગમતું, પરંતુ ધીમે ધીમે હું જોઈ શક્યો કે એનું રૂપ બહુ માણસોને આકર્ષતું હતું. રસ્તે સાથે જતાં હોઈએ ત્યારે ચારે પાસથી તેની તરફ નજર દોરાતી ! મારા ઓળખીતાઓ મને સલામ કરવી ભૂલી જઈ મને ઉવેખી તેને જ નિહાળતા હતા ! અને મારાં લગ્ન પછી મારા મિત્રોએ મારે ત્યાં વધારે આવવા માંડ્યું ! એનું મુખ્ય કારણ મારી પત્નીને નિહાળી તેની સાથે વાત કરી આનંદ મેળવો એ જ હોઈ શકે ! આ મારું પ્રથમ પરમ દુ:ખ !

હું પત્નીને કહેતો :

'તું કેમ બધાને તારી સાથે વાતો કરવા દે છે? '

મને જવાબ મળતો :

'એમાં હું શું કરું ? તમારા જ મિત્રો અને ઓળખીતાઓ આવે છે અને વાતો કરે છે; તમે જ એમને રોકો ને ?'

નૂતન યુગમાં મિત્રો પરસ્પરની પત્નીઓ સાથે વાત કરતાં રોકાય એમ નથી. એટલે મારાથી કાંઈ બનતું નહિ, અને હું દુઃખી થયા કરતો અને મારી પત્નીનું રૂપ જોઈ બળ્યા કરતો. મને તેના રૂપનો પણ અણગમો આવવા માંડ્યો ! એના કરતાં પત્ની રૂપાળી ન હોત તો સારું થાત એમ પણ મને લાગવા માંડ્યું.

અલબત્ત, પછી તો હું પિતા બન્યો. એક, બે, ત્રણ, ચાર બાળકો પણ થયાં; અને મારા ઘરની શાંતિનો ભંગ થવા માંડ્યો. હું છાપું વાંચતો હોઉં અને બાળકો લડી ઊઠે અને રડી ઊઠે ! બલ્ગેરિયા અને તુર્કી વચ્ચેની લડાઈ વાંચવાથી મને શો ફાયદો