લખાણ પર જાઓ

પૃષ્ઠ:Divadi.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાતશત્રુ : ૧ર૧
 

તેમને માટે પુસ્તકો મંગાવો, તેમના અભ્યાસ અને વર્તન ઉપર દેખરેખ રાખો, ઝડપથી વધતા તેમના દેહ માટે છ છ મહિને અને વષે વર્ષે કપડાં સિવડાવો. તેમની છબીઓ પડાવો, તેમને સિનેમા-સરકસ દેખાડો, શાળામાં શિક્ષકો ન શીખવે એ પાછું ઘેર શીખવો, તેમને સદ્વાચન તરફ દોરો, પ્રેમનાં અને જાતીય વિજ્ઞાનનાં ચારે પાસ ઊભરાતાં પુસ્તકો તેમના હાથમાં ન જાય એવી વ્યૂહરચના કરો; અને અંતે બાળકો સોળ કે અઢાર વર્ષનાં થાય ત્યારે તેમને યોગ્ય પતિ-પત્ની શોધી આપો ! આવાં આવાં ભયંકર જવાબદારીવાળાં કામોએ મારા જીવનને ઝેર બનાવી દીધું અને આફતોનાં વધતાં જતાં પોટલાંરૂપ બાળકો આપનારી માતા પ્રત્યેનો મારો અણગમો વૈરવૃત્તિ ધારણ કરી રહ્યો.

સવારથી સાંજ સુધીમાં જ્યારે જયારે હું ઘરમાં આવું ત્યારે બાળકોને સ્વચ્છ અને સભ્ય રહેવાનો શું મારે બોધ કર્યે જ જવાનો ? કંઈ મળવા આવે ત્યારે દોડાદોડ અને હસાહસ ન કરવાની શું મારે નિત્ય શિખામણ આપવી ? છાનામાના સિનેમા જોઈ ભ્રષ્ટ ચારિત્ર્યવાળાં બાળકો ન બને એને માટે શું મારે તેમની ચોવીસે કલાક ચોકી કરવાની? કહ્યા વગર રમવા ચાલ્યાં જાય અને દીવા થતાં સુધી ઘરમાં ન આવે એવાં બાળકોને શું હું ધમકાવી પણ ન શકું? કે ધોલ પણ ન મારી શકું ? બાળકોનું સતત ઉપરાણું લેતી બાળકોની માતા પ્રત્યે હવે તો હું નજર નાખતાં પણ ઊકળી ઊઠતો !

હું જોઈ શક્યો કે ધીમે ધીમે બાળકો મારાથી સંતાતાં ફરતાં હતાં. હું બોધવચન કહું ત્યારે તેઓ ઊંઘરેટાં દેખાતાં હતાં, અને હું ઠપકો આપું ત્યારે હું જાણે તેમનો દુશ્મન હોઉં એવી લુખાશ હું તેમની આંખમાં નિહાળતો હતો. એક ચારિત્ર્યવાન, ફરજની ભાવનાથી પ્રેરિત વત્સલ પિતાને બાળકનું આ વલણ કેટલું દુ:ખભર્યું થઈ