પૃષ્ઠ:Divadi.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ : દીવડી
 

પણ વધારે.

લખપત આપણા કાયદાએ બનાવેલો એક બહારવટિયો હતો. આમ તો એક નાનકડા ગામડામાં તે રખવાળું કરતો અને થોડી જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો. પગેરું પારખવામાં તે ઘણો કુશળ હતો એટલે પોલીસ અમલદારો વારંવાર તેની આવડતનો લાભ લઈ ચોરચખારને પકડી પાડતા. લખપતની રખેવાળીના ગામે તો ચોરી થાય જ નહિ એવી સહુની માન્યતા હતી.

લખપત એક વખત સંધ્યાકાળે ગામની સીમમાં રખવાળું કરવા જતો હતો અને તેણે એક સ્ત્રીની ઝીણી ચીસ સાંભળી. ઝડપથી પગ ઉપાડી લખપત ચીસવાળી જગાએ પહોંચી ગયો. ગામડિયા રખેવાળો મોટે ભાગે શબ્દવેધી હોય છે. ચીસની જગા જડતાં એને વાર લાગી નહિ. જગાએ જઈને જુએ છે તો બે પોલીસના સિપાઈઓ પોતાની પેટી અને પથારીઓ એક ગામડિયણ બાઈને માથે ઉંચકાવી લાવતા હતા. બાઈએ પેટી માથેથી ઉતારી નીચે મૂકી દીધી. સુધરેલા રાજ્યમાં વેઠ ઓછી થઈ છે એમ કહેનારની આંખ એક હાથ કરતાં વધારે આગળ જોઈ શકતી નથી. અનિવાર્ય સહાયને વેઠ ગણવાનું દોઢ-ડહાપણ કરનાર નેતાઓ પ્રજાજનો પાસે કેટલી વેઠ લે છે એનો પણ હિસાબ કાઢવા જેવો છે. એક ગામથી બીજે ગામ જનાર પોલીસની પેટીઓ હજી પણ ગામલોકો વગર ફરિયાદે ઉપાડી લે છે, ત્યાં સુધી કોઈને હરકત હોય નહિ; પરંતુ પેટી ઉપાડનાર જુવાન બાઈની ખબરઅંતર પૂછી, તેની સાથે વાતવિનોદ સહ ગમ્મત કરતા અર્ધભણેલા પોલીસના જુવાનો એકાંત નિહાળી અડપલે ચડે ત્યારે ગામડિયા મજૂરણને ચીસ પાડવાનો અધિકાર તો ખરો; જો કે આ આખી કાર્યપ્રણાલીમાં કયા કયા કાયદા પ્રમાણે, કઈ શિક્ષાને પાત્ર, કઈ કલમમાં આવેલો, ક્યા કાયદાનો, કયો ગુનો બને છે એ શોધી કાઢવા માટે કોઈ મહાવિદ્વાન વકીલની ભારે કિંમત આપી સલાહ લેવી પડે. અને છતાં – ગુનો થયા