પૃષ્ઠ:Divadi.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ : ૧૩૧
 

પ્રથમ ભૂમિકા એટલે મુદ્દ્ત પડવાની ભૂમિકા. એક અગર બીજે કારણે આઠદસ મુદ્દ્તો ન પડે ત્યાં સુધી ન્યાયના કામની ઘટ્ટ ભૂમિકા બંધાય જ નહિ, અને મુદત કેટલાં વર્ષોમાં વહેંચાય એની ખબર બદલ ન્યાય આપનાર વડા ન્યાયાધીશ કે ન્યાયપ્રધાનોને પણ હોતી નથી.

આ બધું કામ ચાલતાં ચાલતાં લખપત બેજાર બની ગયો. જે તે નિકાલ કરીને કાં તો કેદમાં નાખે અગર છોડી દે તો ઈશ્વર મળ્યા, એમ તેના હૃદયનો અણુએ અણુ પોકારવા લાગ્યો અને જ્યારે ગુનેગાર તરીકે કોઈ દલીલ કરવી છે કે કેમ એવું તેને પૂછવામાં આવ્યું ત્યારે ત્રાસી ગયેલા લખપતના દિલમાંથી ઉગાર નીકળ્યો :

'આ તે ન્યાયનું રાજ્ય છે કે રોજ ચીમટો ચીમટો ચામડી ઊતરતા કસાઈઓનું રાજ્ય છે?'

લખપતને ગુનેગાર ઠરાવવા ઉત્સુક બનેલા પોલીસ-વકીલે ન્યાયાધીશનું ધ્યાન દોર્યું કે લખપત સરકારને અને નામદાર ન્યાયાધીશને તિરસ્કાર કરી રહ્યો છે. ન્યાયધીશે તેને ચેતવ્યો :

'વગરસમજ્યે બોલ બોલ કરીશ તો બીજા ગુના માટે પકડવો પડશે.'

લખપત બબડ્યો :

'આટઆટલા ધક્કા ખવરાવ્યા એના કરતાં તે મોતની સજા આપો તો સારું. આ તો ન્યાયનું નહિ પણ બહારવટિયાનું રાજ લાગે છે.'

તેની પાસે ઊભેલા એક સિપાહીએ કોઈ ન દેખે એમ લખપતની કુખમાં ઠોંસો લગાવ્યો અને લખપતની આંખે લાલપીળાં દેખાયાં. કમર ઉપર વીંટાળેલી ભેટમાં સંતાડેલો છરો વીજળીની ઝડપે તેણે બહાર કાઢ્યો અને પોતાને ઠોંસો મારનાર સિપાહીનું નાક એક કુશળ કારીગરની ઢબે કાપી નાખ્યું. ચારે પાસ હો હા મચી રહી. લખપતને પકડવા લોકોએ પ્રયત્ન કર્યો. ન્યાય આપનાર ન્યાયાધીશે પલાયનમાં સલામતી શેાધી. ન્યાયાધીશે વીરત્વ બતાવવું એમ એક