પૃષ્ઠ:Divadi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવડી : ૭
 

પણ ઉકેલવા માંડી. શહેરી યુવતીઓનાં વસ્ત્ર સુઘડ અને છટાદાર ખરાં એમાં જરા યે શક નહિ; પરંતુ એ છટાદાર વસ્ત્રોમાં ઢંકાયેલા મુખ સામે જોવાનો પ્રસંગ આવતાં ઘણી વખત મુખછટા અને વસ્ત્રછટા વચ્ચેનો વિરોધ શું આગળ તરી આવતો ન હતો ? અને ગામડિયાં વસ્ત્રો રબારણ યુવતીને જરા પણ કઢંગી બનાવતાં ન હતાં. રંગબેરંગી ઓઢણી, ઘેર પડતો ચણિયો અને ચમક ચમક થતી ચોળી...રસિકે સ્ત્રી-વસ્ત્રાભૂષણની યાદદાસ્ત તાજી કરવાને બદલે વિચારને જબરદસ્ત મરોડ આપ્યો અને નદીના વાંક–વળાંક તરફ ધ્યાન દેવા માંડ્યું. રૂપસ્મૄતિ એ સતત ઈષ્ટચિંતન બની રહેતી નથી અને તેમાં ય ખાસ કરીને તબિયત નાદુરસ્ત હોય ત્યારે તો નહિ જ. સૂર્ય તપવા માંડ્યો અને રસિક ફરી લઈ પાછા ધર્મશાળામાં આવ્યો. સૂર્ય સામે તેણે સહજ નજર કરી. એની આંખે તેજનાં ઝાંઝવાં વળ્યાં. રબારણની ઓઢણી તથા ચણિયામાં ભરેલાં આભલાંનો ખ્યાલ તેને કેમ આવ્યો ? આભલામાંથી તેને રબારણ પાછી કેમ સાંભરી ? તેણે માખણ અને દવા મંગાવ્યાં. માખણ પણ એ જ છોકરી આપી જતી હતી, નહિ ? માખણનો અને છોકરીનો રંગ પણ એક જ... અને બંનેનો દેખાવ પણ સરખો તંદુરસ્ત ! માખણનો પિંડ કેવો પુષ્ટ લાગતો હતો ! અને રસિક પોતે ? તેણે ઊઠીને આયનામાં જોયું અને પોતાના પ્રત્યે એક પ્રકારનો તિરસ્કાર અનુભવ્યો. રંગ, રૂપ અને પુષ્ટિમાં રબારણથી રસિક ઘણી નીચી કક્ષાએ આવતો હતા.

બેપાંચ દિવસમાં તો રસિકની અને દૂધ-માખણ આપવા આવતી રબારણ કિશોરીની વચ્ચે એક પ્રકારની મૈત્રી બંધાઈ. છોકરીનું નામ દીવડી હતું અને દૂધ, માખણ અને દવાનો પ્રયોગ રસિક હવે દીવડીની હાજરીમાં જ કરવા લાગ્યો. દીવડી તાજું દૂધ