પૃષ્ઠ:Divadi.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીની કિંમત કેટલી ? : ૧૪૭
 


'વિલાસ! તું માગે તો તને કેટલો પગાર મળે ?'

વિલાસિનીએ મારી સામે તાકીને જોયું, અને જરા રહી મને જવાબ આપ્યો.

'નટી બનું તો તારા કરતાં ઘણો વધારે.' આ વાતચીત આગળ લંબાવવી મને ગમી નહિ, અને વિલાસિનીના અપાઈ ચૂકેલા એક જવાબ પછી એ પ્રશ્ન લાંબા સમય સુધી મેં તેને પૂછ્યો જ નહિ. જો કે મારી દિવસે દિવસે ખાતરી થયે જતી હતી કે માનવ સમાજરચનામાં કિંમત તો પુરુષની જ વધારે છે.

વર્ષો વીતતાં હતાં. એક બાળકનો હું પિતા પણ બન્યો. એ પુત્ર સહજ મોટો પણ થયો, અને એના ઉછેરની આસપાસ રૂંધાઈ રહેલી વિલાસિનીને મેં કહ્યું પણ ખરું:

'વિલાસ ! તારા જ્ઞાનનો, ભણતરનો, તારા સંસ્કારનો કશો ઉપયોગ થતો હોય એમ લાગતું નથી.'

'શા ઉપરથી એમ કહે છે ?' વિલાસિનીએ પૂછ્યું.

'પહેલાં તો તું પુસ્તક વાંચતી, માસિકો જોતી, લેખ પણ લખતી – અરે તને કવિતા લખતી પણ મેં પકડી છે. એ બધું ક્યાં ઊડી ગયું !' મેં પૂછ્યું.

'તારી અને તારા બાળકની પાછળ.'

અમે બન્ને એ ઉત્તર પછી મૂક રહ્યા; જો કે મારા મનમાં એક વિચાર દ્રઢ થયો : સ્ત્રીની કિંમત તો માત્ર એક આયા જેટલી જ ને ?

કોણ જાણે ક્યાંથી મારા હૃદયનો વિચાર વિલાસિની વાંચી ગઈ હશે કે કેમ; પરંતુ એક દિવસ મારી પાસે આવી તેણે મને એક પરદેશી માસિકનો અંક બતાવ્યો. એ અંકમાં એક ખૂણે બહુ મહત્ત્વની જાહેરાત હતી : 'રણમોરચે જવા માટે પરિચાકાઓ જોઈએ.' મારું વાચન વિશાળ હતું અને હું જાણતો હતો કે સુધરેલા વિશ્વમાં રણભૂમિ ઉપર મોકલાતી થોકડાબંધ પરિચારિકાઓનો