પૃષ્ઠ:Divadi.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીની કિંમત કેટલી? : ૧૪૯
 


'બહુ સારું. અઠવાડિયું જઈ આવ. એથી તો વધારે વખત નહિ થાય ને ? '

'ના રે. પણ તારે આ પ્લવંગને એટલા દિવસ સાચવવો પડશે.'

પ્લવંગ એટલો તો વાંદરું. મારો પુત્ર જરા તોફાની હતો એટલે ગમ્મતમાં અમે તેને પ્લવંગ નામ આપ્યું હતું, જેથી સંસ્કૃતિની શિષ્ટતામાં સમાયેલા એ શબ્દનો અર્થ બહુ જ થોડાં માણસો સમજી શકે. પુત્ર પાંચેક વર્ષને થયો હતો અને તે બાલમંદિરમાં જતો હતો, અને તેની માતાના શિક્ષણ નીચે મને કાંઈ પણ તકલીફ ન આપતાં પોતાનું બધું કામકાજ હાથે કરી લેતો હતો : નિદાન એવી અમારી માન્યતા તો હતી જ. મેં કબૂલ કર્યું. બહુ ખુશીની સાથે મેં કબૂલ કર્યું, અને પુરુષસહજ ગર્વ સાથે વિલાસિનીને જતી વખતે મેં કહ્યું પણ ખરું :

'ઘરનો ઊંચો જીવ તું જરા યે ન રાખીશ.'

'પુરુષો ઘર સંભાળવામાં સ્ત્રીઓ કરતાં વધારે પ્રવીણ છે,માટે?' હસીને વિલાસિનીએ મને જવાબ આપ્યો અને તે અખિલ હિંદ પરિષદમાં સ્ત્રીઓના ઉદ્ધાર સંબંધી વિચાર કરવા ચાલી ગઈ.

પહેલે દિવસે તો મેં બહુ ઉત્સાહપૂર્વક ઘરવ્યવસ્થા હાથમાં લીધી. એક અઠવાડિયા સુધી ઘર કેમ ચલાવવું એનું સમયપત્રક પણ કરી દીધું, અને આખા અઠવાડિયા સુધી દર ટંકે શી શી રસોઈ કેટલી કેટલી કરવી તેની વિગતવાર યાદી મેં મારા રસોઈયાને આપી દીધી. સહજ બાહોશી રાખવામાં આવે તો ઘર પુરુષોથી બહુ સારી રીતે ચાલી શકે એમ મને તે ક્ષણે લાગ્યું.

બીજા દિવસથી જરાક મુશ્કેલી પડવા લાગી. મારો નોકરીનો વખત ૧૧ થી પ॥ નો હતો અને મારા બાળકને શાળામાં જવાનો સમય ૧૧ થી ૩ નો હતો. સાંજના ૩ થી ૬ સુધી એકલા પડેલા મારા પુત્રે મારા ઘરની જપ્તી કરવાની હોય એમ ઘણાં ખરાં કબાટ,