પૃષ્ઠ:Divadi.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંદિરનું રક્ષણ

મારા બાળપણનાં બે દ્રશ્યો મારાથી હજી ભુલાતાં નથી. પાછળ નજર નાખું છું એટલે તરત એ બે દ્રશ્યો નજર સામે ખડાં થઈ જાય છે. એ બન્ને દ્રશ્યોના મધ્યબિંદુમાં એક નાનકડું દેવમંદિર સતત ઊભેલું હું જોઈ શકું છું. વીર હનુમાનનું એ દેવાલય. એ દેવાલયની એક પાસ નદીનો ઊંડો ગર્ત આવેલ હતો અને બીજી પાસ, આગળ-પાછળ તેમ જ બાજુમાં મદિરને અડીને નાનાં-મોટાં મકાનો આવ્યાં હતાં. એ મંદિર રામચંદ્રને સતત પગે લાગતા દાસ હનુમાનનું ન હતું, પરંતુ ગદા ઘુમાવતા, સૂર્યને પકડવા મથતા બજરંગ બલી વીર હનુમાનનું હતું. આખું ગામ બજરંગ બલીના દર્શને આવતું અને શનિવારે તો ત્યાં મેળો ભરાતો તથા હનુમાનને વિપુલ તેલસિંદૂર ચઢતાં.

હું ત્યારે એ ગામડામાં ભણતો નાનકડો વિદ્યાર્થી હતો. આજ ભણ્યાગણ્યા પછી ભણતરે દેવો ઉપરની શ્રદ્ધા ધટાડી દીધી છે, પરંતુ બાળપણમાં દેવો ઉપર મને પૂરી શ્રદ્ધા હતી. દેવની કૃપા ધાર્યું ફળ આપે છે; દેવોને નારાજ ન કરી શકાય; દેવોને અપ્રિય વર્તન