પૃષ્ઠ:Divadi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવડી : ૯
 

'નહિ, નહિ. તમારાં ગામડાં માફક અમારા શહેરમાં માનવી અને ઢોર સાથે રહી શકે જ નહિ. એમને માટે જુદા વસવાટ અને શહેરથી ગાઉના ગાઉ દૂર.'

'એ તો બહુ ખોટું કહેવાય. ગાયભેંશનું દૂધ જોઈએ અને એમને રાખવા ત્યારે ગાઉનાં ગાઉ દૂર ! તમારા શહેરનાં માનવી બહુ સારાં નહિ !' દીવડીએ કહ્યું.

'શહેરનાં માનવી તો બહુ સારાં. મોટા મોટા રસ્તા ! રસ્તામાં જરા યે ધૂળ નહિ: ચોખ્ખા ચંદન જેવાં ઘર. ચકચકતી ગાડીઓ અને મારી મોટરકાર જેવી તો કંઈક મોટરગાડીઓ ત્યાં ફરે.’

'ભાઈ આપણને તો ભાન વગરની એ ગાડીમાં બીક લાગે. જીવ વગરની એ ગાડી ! એને આપણો જીવતો દેહ કેમ સોંપાય?'

'હું તને એક વખત મારી એ વગર જીવની ગાડીમાં ઊંચકીને શહેરમાં લઈ જવાનો છું; પછી તને સમજાશે કે શહેર એ શું છે !' રસિકે હસતાં હસતાં કહ્યું. શહેરની સુલક્ષણી યુવતીઓ સાથે વાત ન થઈ શકે એટલી છૂટથી વાત એક ગામડિયણ છોકરી સાથે રસિક કરતો હતો, અને તેમાં તેને નવાઈ પણ લાગી. જોકે દીવડીને મન એ એક માંદા, કાળજી અને સંભાળ લેવાપાત્ર, શહેરી યુવાનની અર્થહીન વાત જ હતી. સામે હસીને તેણે જવાબ આપ્યો :

'મને ઊંચકીને જાઓ એવા થાઓ તો ખરા ! પછી વાત.' કહીને દીવડી તાંબડી ઉઠાવી માથે મૂકી લટકભેર ધર્મશાળામાંથી ચાલી ગઈ. રસિક દૂર દૂર સુધી દીવડીને જતો રહ્યો. ખરેખર, આ શહેરી યુવાનથી આ મજબૂત ગામડાંની ગોરીને ઊંચકાય એમ હતું જ નહિ. યુવતીને ઊંચકી ન શકાય ત્યાં સુધી સાચોસાચ તેને જીતી ન જ શકાય. એક લહેરી, ભણેલો, સાહિત્યવિલાસી યુવક ગ્રામ સુંદરીના સૌંદર્યને ઊંચકવામાં અશક્ત-પરાજિત નીવડતો હતો. દીવડી આગળ ને આગળ ચાલી જતી હતી. સાચું જીવતું સૌંદર્ય આગળ ને આગળ વહ્યે જતું હતું. રસિકને કવિતા સ્ફુરી; પરંતુ