પૃષ્ઠ:Divadi.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : દીવડી
 

પોતાની કટાર ખેંચી કાઢી. સહુએ શાસ્ત્રીજી તરફ જોયું. શાસ્ત્રી જરી વિચારમાં તો પડ્યા; પરંતુ અચકાતાં અચકાતાં તેમણે કહ્યું :

'વાત ખરી. પણ લોહી કાં તો રાજા આપે કે ગામનો મોવડી હોય તે આપે.'

સહુએ નગરશેઠ સામે જોયું. ગામનો રાજા તો હતો નહિ; હતો તે રાજા દૂર દૂરથી આવી નદીને રુધિર અર્પણ કરે તે પહેલાં હનુમાનનું મંદિર તણાઈ જવાનો પૂરો સંભવ હતો. શેઠાણીએ પણ શેઠની સામે જોયું. અને સુંવાળા સુખી નગરશેઠની આંખમાં તેજ ચમક્યું. તે બોલી ઊઠ્યા :

'ગામે જિંદગી આપી, પૈસો આપ્યો અને હનુમાનજીએ તે સાચવ્યું. એમને ખાતર માથું આપવું પડે તો ય હું તૈયાર છું.'

આખી જનતા શાંત પડી ગઈ. નદીનો ઘુઘવાટ વધતો જાતો હતો. નગરશેઠે ઠાકોરની પાસેથી કટારી હાથમાં લીધી અને જે હાથે શાક પણ કદી કાપ્યું ન હતું. તે હાથ વડે બીજા હાથના કાંડા ઉપરના ભાગમાં 'જય બલી બજરંગ !'ની બૂમ મારી, કટારનો ઘા કરી નગરશેઠે હાથમાં ઊભરાતા લોહીની ધાર નદીમાં પધરાવી.

ચમત્કારમાં માનીએ કે ન માનીએ તોપણ રુધિરબિંદુઓ પડતાં આખા વાતાવરણમાં શાંતિ વ્યાપી ગઈ. પૂરના ઉછાળા શમતા હોય એમ લાગવા માંડ્યું અને નદીનો ધોધ મૃદુતાને માર્ગે વળતો હોય એવો સહુને ભાસ થયો. ખરેખર, સહુ ઊભા હતા અને પાણી નીચે ઊતરતાં ચાલ્યાં, અને આમ હનુમાનજીનું મંદિર બચી ગયું !

આ ન ભુલાતાં દ્રશ્યની વાત માત્ર વાર્તા નથી; સાચી બનેલી હકીકત છે. એમાં કોઈ નાયક નથી, નાયિકા નથી, પ્રેમ નથી અને વિયોગ પણ નથી. શું છે એ વાર્તામાં એ શોધી કાઢવા આજ હું મથી રહ્યો છું. આજના ભૂખમરા વખતે, ચારે પાસ તંગીની આગ સળગી રહી છે તે વખતે, કાળાબજારનાં પૂર વહી આખા હિંદને ડુબાવી રહ્યાં છે તે ક્ષણે, મને આ વીર હનુમાનનું મંદિર અને તેને