પૃષ્ઠ:Divadi.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો હરીફ

ભણતાં ભણતાં પ્રેમ થાય એ કદાચ સમજી શકાય; પરંતુ એ ભણતરયુગ પ્રેમલગ્નમાં પરિણામ પામે ત્યારે અનેક મુંઝવણ ઊભી કરે છે. પ્રેમશહીદીનો મોટાઈભર્યો જુસ્સો એકાદ વર્ષમાં ઓસરી જાય છે, અને સુખમય કલ્પનાને વ્યવહારની ટાંકણીઓ વાગે છે એટલે કલ્પનાનો ફુગ્ગો ચપ્પટ બની જાય છે.

રસિક અને ચંદ્રિકા વચ્ચે કૉલેજયુગમાં જ પ્રેમ જાગ્યો. પ્રેમ જાગ્યો એની બહુ હરકત નહિં; પરંતુ આ પ્રેમ એટલો ઉત્કટ હતો કે તેણે બંનેનાં નોંધ-લગ્ન કરાવી નાખ્યાં. એકબે ઉત્સાહી સુધારક મિત્રોએ સાક્ષી તરીકે સહી કરી આપી અને લગ્નની નોંધ ઝડપથી થઈ ગઈ. બંને પક્ષનાં માબાપ આવાં લગ્નથી વિરુદ્ધ હતાં. સંતાનોનાં લગ્નમાં એક અગર બીજે કારણે વાંધો ઉઠાવવાનો પરાપૂર્વથી ઇજારો લઈ બેઠેલાં બન્ને પક્ષના વડીલને લાગ્યું કે તેમની સંમતિ વગર થયેલાં અવિધિભર્યાં લગ્નને આશીર્વાદ ન જ આપવો. લગ્ન આંતરજ્ઞાતીય હતાં. એ નવીનતા સુધારક કહેવાતાં માબાપને પણ ક્રૂદ્ધ બનાવે છે - જોકે આ આંતરજ્ઞાતીયપણું માત્ર એક જ મુખ્ય