પૃષ્ઠ:Divadi.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો હરીફ: ૧૭૭
 


'દસ જગાએ તો અરજી કરી છે. એ કે જગા નહિ મળે?'

'ના.'

'પેલી એક જગા મળવાની તને આશા પૂરેપૂરી હતી; એનું શું થયું ?'

'આશા ફોક થઈ.'

'કારણ ?'

'એ જગા એક છોકરીને મળી...મારા કરતાં એક સ્ત્રીને પહેલી પસંદગી મળી. હવે છોકરીઓ સામે હરીફાઈ કરવાનો સમય આવ્યો ... અને તેમાં હારવાનો.'

'એની તને શરમ આવે છે !'

'હા.'

'એ હરીફ હું હોઉં તો?' રસિક સામે તાકીને ચંદ્રિકાએ પૂછ્યું.

'શું ? નાહક ચમકાવીશ નહિ.' રસિક બોલતાં બોલતાં બેઠો થઈ ગયો.

'તો હવે જાણી લે. તને બાજુએ મૂકી જે છોકરીની નિમણૂક થઈ છે તે છોકરી હું છું.' ચંદ્રિકાએ કહ્યું અને હસતે મુખે રસિકના મુખભાવને તે જોઈ રહી. પાંચેક ક્ષણ સુધી રસિક ચંદ્રિકાની સામે જ જોઈ રહ્યો અને પછી બોલ્યો :

'હં...એટલે એમ કે.. તું જીતી.'

'એમાં તને દુઃખ શાનું થાય છે? નોકરી મને મળે કે તને મળે; બધું સરખું જ છે ને ?'

'તારી કમાણી ઉપર મારે જીવવું ! ખરું?'

'જુગજુગથી સ્ત્રીઓ પુરુષની કમાણી ઉપર જીવતી આવી છે. હવે ક્રમ બદલાય છે. તારે ક્રાંતિ જોઈએ ને ?...લે, આ જ ક્રાંતિ.' ચંદ્રિકા બોલી.

થોડી વાર બન્ને પતિપત્ની શાંત રહ્યાં. કમાણીની જરૂરિયાતવાળો